
Politics
ખોબા ભૂતરણ ના બિસ્માર માર્ગ મુદ્દે ચૂંટણીનો બહિષ્કાર કરવા ઉગ્ર ચીમકી
ખોબા ભૂતરણ ના બિસ્માર માર્ગ મુદ્દે ચૂંટણીનો બહિષ્કાર કરવા ઉગ્ર ચીમકી
મયુર મોકાશી 12 એપ્રિલ ખોબા ભૂતરણ ના બિસ્માર માર્ગ મુદ્દે ચૂંટણીનો બહિષ્કાર કરવા ઉગ્ર ચીમકી ધરમપુર તાલુકાનું ખોબા અને ભૂતરણ ગામ ગુજરાતનું સીમાવર્તી ગામ હોવાથી વિકાસ માં તંત્ર રસ નથી એવું લાગી રહ્યું છે, હાલ ખપાટીયા ગામ થી ખોબા ભુતરણ અવર જવર માટે 12 કિમીની બિસ્માર માર્ગ ના કારણે હાલાકી ભોગવવી પડી રહી છે, જે બાબતે સિંગારમાળ ગ્રામ પંચાયત અને ખોબા ગામના સભ્ય ધનજીભાઈ ભડાગીએ લોક બોલીમાં જણાવ્યું કે ખપાટિયાથી ખોબા ગામમાં આવવા માટે 10/15 મિનિટના બદલે 30 મિનિટ લાગે છે જો કોઈનું કોઈનું સ્વાસ્થ્ય બગડે અને 108 એમ્બ્યુલન્સ બોલાવવી હોય તો તેને પણ સમય પર પહોંચી શકાતું નથી, જેના પગલે અગાઉ સમયાંતરે અહીં ગામની બે ગર્ભવતી મહિલાઓની ડિલિવરી પ્રસૂતિગૃહ પહેલાં રસ્તામાંજ થઈ હતી, છેલ્લા આ રસ્તો લગભગ દસ બાર વરસ પહેલા બન્યો હતો અને અને નવેક વરસથી બિસ્માર હાલતમાં છે જેથી સરકારી કામોમાટે અમને ધરમપુર જવા ત્યાંથી આવવા ખુબજ તકલીફ પડે છે, આ બાબતે ધરમપુર તાલુકાના પ્રાંત અધિકારી, મામલતદાર, ધારા સભ્યને પણ વારંવાર જાણ કરવા છતાં સમસ્યાની હલ મળ્યો નથી, અને વાયદાઓ આપી અમને નજર અંદાજ કરી દેવાતા, થોડા સમય પહેલા કપચી મેટલ લઈ એક ગાડી આવી હતી તે મટીરિયલ ખાલી કરી ગઈ ત્યારથી કામ કરવા માટે કોઈ ગાડી કે માણસો આવ્યાજ નહીં આ કામ ન કરવા પાછળ કોઈ કોન્ટ્રાકટર આવતા નથી કે તંત્ર ને રસ નથી. ઉપરોકત બાબતે ગામના જાગરૂક નાગરિકે જણાવ્યું કે શિક્ષકો બિસ્માર રસ્તા ના લીધે સમય પર આવતા નથી તો બાળકોને શું ભણાવશે, જો રોડ બનાવવો ન હોય તો અમારા માટે હોલિકોપ્ટરની સુવિધા કરી આપો રસ્તો ખોદી નાંખો, જ્યાં સુધી આ રસ્તો બનાવી આપવામાં ના આવે ત્યાં સુધી તમામ આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાનો ગ્રામ જનો એ રોસ ઠાલવ્યો હતો..
VALSAD





















