
Politics
ધોળકા પંથકમાં શ્રી ગણેશ ગેસ એજન્સીની મનમાની : ગ્રાહકોમાં ભારે રોષ, કાર્યવાહી ની માંગ ઉગ્ર
ધોળકા પંથકમાં શ્રી ગણેશ ગેસ એજન્સીની મનમાની : ગ્રાહકોમાં ભારે રોષ, કાર્યવાહી ની માંગ ઉગ્ર
ધોળકા શહેર આવેલ શ્રી ગણેશ ગેસ એજન્સીના સંચાલકોની મનમાની અને બેદરકારીને કારણે ગ્રાહકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગેસ બાટલો નોંધાવ્યા બાદ સમયસર ડિલિવરી આપવાની ફરજ હોવા છતાં એજન્સી દ્વારા દિવસો સુધી ગ્રાહકોને રાહ જોવડાવવામાં આવી રહી છે. ગ્રાહકોના જણાવ્યા મુજબ એજન્સીના કર્મચારીઓ રોજ નવા બહાના બતાવી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.આક્ષેપો મુજબ ગ્રાહકોને વારંવાર ખોટી તારીખો આપીને હેરાન કરવામાં આવે છે, પરંતુ ગેસ બાટલો સમયસર પહોંચાડવામાં આવતો નથી. પરિણામે ગૃહિણીઓને રસોઈ બનાવવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને સામાન્ય નાગરિકોમાં ભારે અસંતોષ ફેલાયો છે.વધુમાં ગંભીર આક્ષેપ એ પણ સામે આવ્યા છે કે એજન્સી ઘરવપરાશના ગ્રાહકોને અવગણીને કોમર્શિયલ કનેક્શન આપવા પર વધુ ભાર મૂકી રહી છે. નવા કનેક્શન માટે આવતા ગ્રાહકોને યોગ્ય માર્ગદર્શન કે જવાબ આપવામાં આવતો નથી.ગ્રાહકોના જણાવ્યા મુજબ એજન્સીનો સંપર્ક કરવા ફોન કરવામાં આવે છે ત્યારે ફોન ઉપાડવામાં પણ આવતો નથી, જે એજન્સીની બેદરકારી અને જવાબદારીના અભાવને દર્શાવે છે.આ પરિસ્થિતિને કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિક નાગરિકોએ વહીવટી તંત્રને તાત્કાલિક હસ્તક્ષેપ કરી શ્રી ગણેશ ગેસ એજન્સી સામે કડક અને કાયદેસર કાર્યવાહી કરવાની માંગ
AHMEDABAD























