VALSAD | By Akhand Bharat Team | Published:

ધરમપુરમાં એલ્યુમિનિયમના વાયર ચોરીનું કૌભાંડ ઝડપાયું,લાખોના મુદ્દામાલ સાથે શખ્સોની ધરપકડ
ધરમપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ૧૧ કે. વી.ના એલ્યુમિનિયમના વાયરોની હેરાફેરી કરતા ત્રણ ઇસમોને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા છે. આ કામગીરી દરમિયાન પોલીસે લાખો રૂપિયાના ચોરીના વાયર અને વાહનો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે..ધરમપુર પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.એ.વસાવા અને તેમની ટીમને બાતમી મળી હતી..કે એક બોલેરો પીકઅપ નંબરઃ ડી. એન. -૦૯ -એન-૯૮૮૦ માં ચોરીનો ભંગાર ભરેલો છે. પોલીસે ધરમપુરના લાકડમાળ કુરગામ ફાટક પાસે વોચ ગોઠવી આ વાહનને અટકાવ્યું હતું. તપાસ કરતા તેમાં મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રિક ૧૧ કે.વી.એલ્યુમિનિયમ વાયર મળી આવ્યા હતા..પોલીસે સ્થળ પરથી મુકેશભાઈ બાપુભાઈ ગૌડ અને ચેતનભાઈ રાજુભાઈ ગાંવિત રહે. કપરાડા તાલુકા બુરલા વાડી તીસ્કરી ગામના અને ભોલાનાથ એસ./ ઓ. સેમુલ રાય રહે. કાકડકુવા, પશ્ચિમ બંગાળની ધરપકડ કરવામાં આવી છે.જેઓ આઉટ સ્ટેટ માંથી અહીં કામ કરતા હોય અને પોતાના ખર્ચા પાણી માટે આવી ચીરીઓ કરતા હોય છે.પોલીસે ડી. જી. વી. સી. એલ. ના અધિકારીઓને બોલાવી તપાસ કરાવતા જાણવા મળ્યું હતું કે આ વાયરો ૧૧ કે. વી.ના એલ્યુમિનિયમ કંડક્ટર છે, જે જી. ઈ. બી. ની માલિકીના છે.. વાયરનો જથ્થો અંદાજે ૨૪૭૫ કિલો જેટલો એલ્યુમિનિયમ વાયર જેની કિંમત આશરે ?૬.૧૮ લાખ અને એક મહિન્દ્રા બોલેરો પીકઅપ કિંમત ?૩ લાખ તમેજ મોબાઈલ ફોન મળી કુલ ?૯,૬૨,૨૬૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે..આ વાયરોની ચોરી છેલ્લા ૬ મહિનાથી અલગ અલગ વિસ્તારો માં થતી રહી હતી. અને એની જાણ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી જેના આધારે તપાસ કરતાં આ સફળતા પોલીસ દ્વારા મળી છે. તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બી. એન. એસ. એસ.), ૨૦૨૩ ની કલમ ૩૫(૧)(ઇ) અને ૧૦૬ મુજબ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. આ ચોરીમાં અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.-અખડં ભારત