
Spiritual
કિસાન સુવિધા કેન્દ્ર ગાંભોઈ સરદાર ડેપો દ્વારા ‘PM પ્રણામ’ કિસાન સંગોષ્ઠિ કાર્યક્રમ નું આયોજન
કિસાન સુવિધા કેન્દ્ર ગાંભોઈ સરદાર ડેપો દ્વારા ‘PM પ્રણામ’ કિસાન સંગોષ્ઠિ કાર્યક્રમ નું આયોજન
કિશાન સુવિધા કેન્દ્ર ગાંભોઈ દ્વારા ખેડૂતોને ‘સરદાર ખાતર’ના સંતુલિત વપરાશ અંગે માર્ગદર્શન અપાયું..સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના માથાસુલિયા ગામ ના ખેડૂતોના પાક ઉત્પાદનમાં વધારો કરવાના હેતુથી આજે કિશાન સુવિધા કેન્દ્ર ગાંભોઈ દ્વારા માથાસુલિયા ગામ ખાતે એક વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત કૃષિ નિષ્ણાતો દ્વારા ખેડૂત મિત્રોને ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFC) ના સરદાર બ્રાન્ડ ના ખાતરો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત કરવાના હેતુથી આજે કિશાન સુવિધા કેન્દ્ર ગાંભોઈ દ્વારા એક વિશેષ માહિતી માટે PM પ્રણામ’ કિસાન સંગોષ્ઠિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.. રિપોર્ટર દિનેશભાઈ સોનગરા હિંમતનગર સાબરકાંઠા..
SABARKANTHA























