વૈભવ વાઘીયાએ આછવણી માતૃકૃપા શોપિંગ સેન્ટરમાં કરેલી ગેરરીતિઓ સામે લાલજી પટેલ સહીત અન્યો સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો.
વૈભવ વાઘીયાએ આછવણી માતૃકૃપા શોપિંગ સેન્ટરમાં કરેલી ગેરરીતિઓ સામે લાલજી પટેલ સહીત અન્યો સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો.ખેરગામ પોલિસ પણ સામાવાળાઓને ક્લીનચિટ આપીને ન્યાય અપાવવાના રસ્તામાં બદઇરાદે વિલંબ કરાવી રહી હોવાના પણ ગંભીર આક્ષેપ મુખ્યમંત્રીને લખાયેલા પત્રમાં કર્યા પાણીખડકના રહેવાસી વૈભવ વાઘીયા અને લાલજી પટેલ,શૈલેષ પટેલ સાથેનો વિવાદ હજુ શાંત થવાનું નામ નથી લેતો.વૈભવે લાલજી પટેલ,શૈલેષ પટેલ,ગોકુળ પટેલ,બાબુ વળવી અને ખેરગામ પોલિસ સ્ટેશનના પીઆઇ પિનલબેન ચૌધરી વિરુદ્ધ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,રાજયના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી,રાજ્ય પોલીસવડા,નવસારી જિલ્લા કલેકટર,નવસારી જિલ્લા પોલિસ અધિક્ષક સહીત રાજયના ઉચ્ચ હોદ્દેદારોને પત્ર લખી સાટાખત કરી માતૃકૃપા શોપિંગ કોમ્પ્લેક્સમાં વર્ષ 2021 માં વેચાણમાં લીધેલ દુકાન નંબર 6 નામદાર ખેરગામ કોર્ટમાં કેસ ચાલતો હોવા છતાં વર્ષ 2025ના નવેમ્બરમાં વલસાડ જિલ્લા આદિજાતિ મદદનીશ કમિશનર બાબુભાઇ વળવીને વેચી કાઢેલ હતી તેથી ન્યાય મેળવવાની આશા સાથે ખેરગામ પોલીસને 4 ઈસમો વિરુદ્ધ ગુનાહિત છેતરપિંડી,ધાકધમકી સહીત વિવિધ કલમો નોંધી ફરિયાદ કરવા માંગ કરેલ હતી પણ વૈભવના આશ્ચર્ય વચ્ચે ખેરગામ પોલીસે દુકાન નંબર 5A જે લાલજી પટેલના નામ પર છે તેને દુકાન નંબર 6 બતાવી હજુસુધી નથી વેચાયેલી એમ બતાવી અરજી દફ્તરે કરી દીધેલ હોય વૈભવે ખેરગામ સીટી સર્વેયરની ઓફિસમાં અરજી કરી દુકાન નંબર 6 નાપ્રોપર્ટી કાર્ડ,કોમ્પ્લેક્સનો નકશો,વેચાણ દસ્તાવેજોની અધિકૃત પ્રમાણિત નકલ મેળવતા લાલજી પટેલે પોતાના પુત્ર શૈલેષ પટેલને સાક્ષીમાં રાખી બાબુ વળવીને દુકાન નંબર 6 ની વેચાણ નોંધ પ્રોપર્ટી કાર્ડ 1403, UPIN:GJ433089554411 સીટ નંબર NA99 મા તારીખ એન્ટ્રી નંબર 65 સાથે બાબુભાઇ રામજીભાઈ વળવીના નામ પર નીચે જણાવેલ નોંધ"અરજદારશ્રી અરજી લગત રજુ કરેલ રજી.વેચાણ દસ્તાવેજ નોંધ નંબર. ૨૫૧ તા.૧૭/૧૦/૨૦૨૫ થી રૂ.૩,૬૭,૨૦૦/-પુરાના અવેજથી વેચાણ આપનાર લાલજીભાઇ બુધાભાઇ ગાંવડાનું નામ કમી કરી વેચાણ લેનાર બાબુભાઇ રામજીભાઈ વળવીનું નામ દાખલ કરવાની નોંધ કરી.મોજે-આછવણી(બિનખેતી) 'માતૃકૃપા શોપિંગ સેન્ટર' ના નામે ઓળખાતી ભોંયતળીયાના ભાગે આવેલ *દુકાન નં.૦૬* જેનો સી.સ.નં.NA૫૬૧/૧/1/00/06/7 જેનું ક્ષેત્રફળ- ૨૫.૭૮ ચો.મી. જેનો ગ્રામ પંચાયત ઘર નં. ૧૬૭૧" તારીખ 2/11/2025 ના રોજ વેચી કાઢેલ છે અને તેને 13/12/2025 ના રોજ સીટી સર્વેયર રાજેશ મહેતા દ્વારા પ્રમાણિત કરેલ હોવા છતાં ખેરગામ પોલીસના પીઆઇ પિનલ ચૌધરી,જમાદાર બિપિન નાયકા,જમાદાર હિતેશ પટેલ વિરુદ્ધ લાલજી પટેલ,શૈલેષ પટેલ,ગોકુળ પટેલ,બાબુ વળવી સાથે મીલીભગત આચરી ખોટી રીતે અરજી દફ્તરે કરી સરકારી દસ્તાવેજોને પણ નહીં ગણકારી 4 ઈસમોને ક્લીનચિટ આપવા સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.કાયદાકીય ફરિયાદ કરી ન્યાયની માંગણી કરેલ છે. ખેરગામ પોલીસની વગદાર લોકોને ગોળ અને ગરીબોને ખોળની નીતિ વિશે જાણતા હોવાથી ક્યારેય ન્યાય નહીં મળે એ સંશયથી એવી વિનંતી પણ કરેલ હતી કે આ અરજીની તપાસ ખેરગામ પોલિસ સ્ટેશન સિવાય અન્ય કોઈ નિષ્પક્ષ વ્યક્તિને સોંપવામા આવે પરંતુ આ અરજીની તપાસ ખેરગામ પોલીસને જ સોંપવામાં આવતા ગોકુળભાઈ પટેલ જેઓએ જણાવેલ કે તું ગમે તેટલી ફરિયાદ કરશે પણ અમારી પહોંચ ખુબ ઉપરસુધી છે એટલે તું અમારું કઈ ઉખેડી લેશે નહીં સહીત અશ્લીલ ધમકીઓ આપી ભયનો માહોલ ઉભો કરેલ હતો.આ બાબતે મહાર સમાજના આગેવાન વિજય ઉચ્ચકટારે ખેરગામ પોલિસ સામે ગંભીર આક્ષેપ મુકતા જણાવેલ કે છેલ્લા 1 વર્ષ કરતા વધારે સમયથી સામાવાળા ઈસમો વિરુદ્ધ ગુનાહિત છેતરપિંડીની ફરિયાદ નોંધવા સતત રજૂઆતો કરવા છતા ખેરગામ પોલીસના પેટનું પાણી પણ નથી હલી રહ્યું.સામેવાળાઓથી ખેરગામ પોલીસને એવો તો શું લાભ મળ્યો કે ફરિયાદી અને સરકારી દસ્તાવેજોને જ જુઠા સાબિત કરવાની કોશિષ કરવામાં આવી રહી છે.એકબાજુ ખેરગામના લોકપ્રિય સામાજિક આગેવાન વિરુદ્ધ સહેજપણ મોડું કર્યા વગર આ જ આરોપીઓની આત્મહત્યાની દુષ્પ્રેરણા જેવી ગંભીર ફરિયાદ નોંધી દેવામાં આવે છે અને રૂમલા ગામની પલક પટેલ નામની દીકરીના આત્મહત્યા કેસમાં 2 મહિના જેટલો સમય વીતવા છતા અને વારંવાર રજૂઆતો છતાં ફરિયાદ નોંધવામા આવતી નથી.ખેરગામ પોલીસના આવા ભેદભાવ યુક્ત વલણ વિરુદ્ધ અમે ન્યાય નહીં મળે ત્યાંસુધી લડત આપીશું અને ગુજરાત સરકારે પણ પીઆઇ પિનલબેન ચૌધરી અને અન્ય તપાસ અધિકારીઓ વિરુદ્ધ પણ ખોટો રિપોર્ટ આપવા બદલ કાયદાકીય પગલાં લઇ ભવિષ્યમાં કોઈપણ પોલિસ અધિકારીઓ આવી રીતે ખોટો રિપોર્ટ આપતાં દસ વાર વિચાર કરે એવું ઉદાહરણ બેસાડવું જોઈએ.