
General
કડીમાં સ્કોર્પિયોમાં ગાયની ચોરી કરી કતલખાને મોકલનાર ગેંગનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર ઝડપાયો
કડીમાં સ્કોર્પિયોમાં ગાયની ચોરી કરી કતલખાને મોકલનાર ગેંગનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર ઝડપાયો
કડીમાં સ્કોર્પિયોમાં ગાયની ચોરી કરી કતલખાને મોકલનાર ગેંગનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર ઝડપાયોકડી પોલીસ સ્ટેશનની ટીમે સ્કોર્પિયો ગાડીમાં ગૌવંશની ચોરી કરી ક્રૂરતાપૂર્વક કતલખાને મોકલી આપવાના ગંભીર ગુનામાં મુખ્ય આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. પોલીસને આરોપી પાસેથી ગાડીની ખોટી નંબર પ્લેટો પણ મળી આવી છે.ગત રાત્રિના સમયે કડીમાં એમ-માર્ટ મોલની સામેથી સફેદ રંગની સ્કોર્પિયો ગાડી (નંબર GJ-18-NM-7693) માં આવેલા અજાણ્યા શખ્સોએ એક ગાય (વાછરડા) ની ચોરી કરી હતી. પૂરતી જગ્યા ન હોવા છતાં ગૌવંશ હલનચલન ન કરી શકે તે રીતે તેને ક્રૂરતાપૂર્વક ગાડીમાં ભરીને શખ્સો નાસી છૂટ્યા હતા. આ મામલે કડી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ અને પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો હતો.પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ. રબારીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કોન્સ્ટેબલ ભાવેશકુમારને સચોટ બાતમી મળી હતી કે ગુનામાં વપરાયેલ ગાડી છત્રાલ ચોકડીથી અમદાવાદ તરફ જઈ રહી છે. પોલીસે તાત્કાલિક ફિલ્ડિંગ ગોઠવી પીછો કર્યો હતો અને કોર્ડન કરીને નાસીર સફીમીંયા અબ્દુલમજીદ પઠાણ (રહે. છત્રાલ, મૂળ કડી) ને ઝડપી લીધો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે તેના સાથીદારો વાસીલ (મિરજાપુર, અમદાવાદ) અને તૌફીક ઉર્ફે બાંગર (કડી) સાથે મળીને ગૌવંશની ચોરી કરી તેને કતલખાને મોકલી દીધું હતું. ઝડપાયેલ આરોપી નાસીર અગાઉ પણ કલોલ તાલુકા પોલીસ મથકે ત્રણ ગુનાઓમાં સંડોવાયેલો છે. પોલીસે આ કેસમાં ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની કલમોનો ઉમેરો કર્યો છે. હાલમાં મુખ્ય આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલી રહી છે, જ્યારે વોન્ટેડ આરોપી વાસીલ અને તૌફીકને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
MEHSANA






















