
Education
દિશા ડોન બોસ્કો કવાંટ દ્વારા ગોલ સેટિંગ વિષયે સેમિનાર યોજાયો
દિશા ડોન બોસ્કો કવાંટ દ્વારા ગોલ સેટિંગ વિષયે સેમિનાર યોજાયો
દિશા ડૉન બૉસ્કો કવાંટ દ્વારા ગોલ સેટીંગ વિષયે સેમિનાર યોજાયો.વિદ્યાર્થીઓને સાચી દિશા જડે, તેમના રસના વિષયોને જાણીને તેઓ તે દિશામાં આગળ વધી પોતાની કારકિર્દી ઘડે તેવા ઉમદા આશયે દિશા ડૉન બૉસ્કો કવાંટ દ્વારા તા.9મી એપ્રિલના રોજ એક દિવસનો વર્કશોપ ગોલ સેટીંગ અને કારકિર્દી માર્ગદર્શન વિષયે યોજાયો હતો જેમાં કવાંટની આસપાસના વિસ્તારોના ધો.10, 12 તેમજ કોલેજ કક્ષાના સો થી વધુ વિદ્યાર્થી ભાઇ બહેનો, સંસ્થાના રેક્ટર ફા.ડૉ. મયંક પરમાર, બ્રિજ કોર્સ ઇન્સ્ટ્રક્ટર સંજય રાઠવા સાહેબ તથા સ્ટાફે સક્રિય ભાગ લીધો હતો. શિબિરની શરૂઆત સવારે 10 કલાકે સર્વધર્મી પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ ધર્મજ શૈક્ષણિક સંકુલથી પધારેલ જીગ્નેશભાઇ, નૈનીલભાઇ તેમજ શૈલેષભાઇએ ઉપસ્થિત સહુ વિદ્યાર્થીઓને ધોરણ 10 બાદ કઇ કઇ તકો છે તેની માહિતી આપી હતી. બપોરના વિરામ બાદ દિશા સંસ્થાના પ્રોગ્રામ ઓફિસર હસમુખ ક્રિશ્ચિયને ગોલ સેટીંગ વિષયે પાવર પોઇન્ટના માધ્યમથી વિદ્યાર્થીઓના ફોકસને ક્લીયર કરવાનું કાર્ય કર્યું હતું. બે કલાકના તેમના સેશનમાં ગોલ એટલે શું ? ધ્યેયના પ્રકાર, ધ્યેયને પ્રાપ્ત કરવા માટેના ટૂંકા અને લાંબાગાળાના આયોજનો, swot એનાલીસીસ, નક્કિ કરેલા ધ્યેયનું આયોજન અને અમલીકરણની પદ્ધતિ, નિષ્ણાતોનું માર્ગદર્શન, અડગ ઇચ્છા શક્તિ જેવી અનેક બાબતો પર પ્રકાશ ફેંક્યો હતો. શિબિરાંતે ઉપસ્થિત શિબિરાર્થીઓ પ્રસ્તુત શિબિરને ખૂબ ઉપયોગી ગણાવ્યો હતો.
CHHOTA UDAIPUR






















