Politics
પલસાણા તાલુકા પંચાયતની એક બેઠક બિનહરીફ થતા વરેલી ગામે સત્કાર સમારોહ યોજ્યો માતા અને દાદીમાની આંખો પિતા વગરની દીકરીનું સન્માન જોતાં ભરાઈ આવીચલથાણ તા 12સ્થાનિક સ્વરાજની ચૂંટણીમા ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે પલસાણા તાલુકામાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. પલસાણા તાલુકા પંચાયતની 16 બેઠક અને પલસાણા તાલુકામાં આવતી ત્રણ જિલ્લા પંચાયતની બેઠક માટે પલસાણા મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરવામાં આવ્યા હતા. પલસાણા તાલુકા પંચાયતની 16 બેઠ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમા ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે પલસાણા તાલુકામાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. પલસાણા તાલુકા પંચાયતની 16 બેઠક અને પલસાણા તાલુકામાં આવતી ત્રણ જિલ્લા પંચાયતની બેઠક માટે પલસાણા મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરવામાં આવ્યા હતા. પલસાણા તાલુકા પંચાયતની 16 બેઠકો ઉપર કુલ 52 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં વરેલી 1 બેઠક ઉપર અન્ય કોઈ પક્ષે ઉમેદવારી નહી કરતા ભાજપના નેહાબેન સંજયભાઈ હળપતિ બિનહરીફ થયા જ્યારે જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો પર 9 ઉમેદવારો એ ફોર્મ ભરી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. મોડી સાંજે પલસાણા મામલતદાર કચેરી ખાતે ફોમ લેવાનું બંધ થયું ત્યાં સુધી વરેલી 1 બેઠક ઉપર કોઈ પક્ષના ઉમેદવારોએ નોંધણી નહી કરાવતા ગરીબ ઘરની પિતાની છત્રછાયા વિનાની દીકરી નેહાબેન સંજયભાઈ હળપતિ ભાજપના ઉમેદવાર તરીકે પલસાણા તાલુકામાં પ્રથમ બિનહરીફ જાહેર થતા ભાજપ જૂથમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી હતી આમ સામાન્ય ઘરની 10 ધોરણ પાસ બાદ દીકરી જીવનમાં પ્રથમ વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમા ઉમેદવારી નોંધાવતા બિનહરીફ જીત થતા આજે વરેલી ગામે ઉત્સાહ અને ખુશીનો માહોલ સર્જાયો હતો ગામમાં ફટાકડા ફોડી ફુલહાર અને પાઘડી પહેરાવી દીકરી નેહાનું સન્માન જોઈને તેમની માતા અને દાદીમા ની આંખોમાં હર્ષના આંસું જોવા મળ્યા હતા અને પોતાની દીકરીનું ભાજપના તાલુકો સંગઠનના કૃણાલસિંહ ગોહિલ અને આગેવાનો ગામના સરપંચ ઉપસરપંચ તેમજ પૂર્વ આગેવાનો સહિતના આગેવાનો સન્માન સમારંભમાં જોડાયા હતા.
SURAT