VALSAD | By Akhand Bharat Team | Published:
ધરમપુરના રાજપુરી જંગલ ગામે બાઈક પર જોખમી સ્ટંટનો વિડિઓ વાયરલ
ધરમપુર,મુખ્ય માર્ગ પર જોખમી રીતે વાહન હંકારતા અને સ્ટંટ કરતા તોફાની તત્વોને બોધપાઠ શીખવવા માટે રાજ્યના સમસ્ત પોલીસ તંત્રને આદેશ કરાયા છે, ત્યારે ધરમપુરના આવધાથી હનુમતમાળ તરફ જતા માર્ગે આવેલ રાજપુરી જંગલ ગામે મુખ્ય માર્ગ પર યુવાન દ્વારા જોખમી સ્ટન્ટ કરવામાં આવી રહ્યો હોવાનો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે,સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડિઓના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે,