
Health
મહીસાગર જિલ્લાના સંતરામપુરના ડૉ. રણજીતસિંહ જોઝાને વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સનો એવોર્ડ
મહીસાગર જિલ્લાના સંતરામપુરના ડૉ. રણજીતસિંહ જોઝાને વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સનો એવોર્ડ
મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરની સુરેખાબા હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડૉ. રણજીતસિંહ જોઝાને તેમની નિઃસ્વાર્થ સેવા અને માતૃત્વ ક્ષેત્રે અપ્રતિમ યોગદાન બદલ world Record of Excellence દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તા.૪ એપ્રિલે ઇન્દોર ખાતે યોજાયેલા સમારોહમાં એવોર્ડ એનાયત કરાયો હતો. વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર મહાનુભાવોન ઉપસ્થિતિમાં ડૉ. રણજીતસિંહ જોઝાની માનવતાવાદી સેવાઓની વિશેષ નોંધ લેવાઈ હતી. છેલ્લા ૯ વર્ષથી હોસ્પિટલમાં ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી દર્દીઓ આવે છે. આદિવાસી અને પછાત વિસ્તારના પરિવારો માટે સસ્તા દરે આધુનિક અને સુરક્ષિત સારવાર અપાય છે.- અખંડ ભારત
DAHOD





















