
Health
અખંડ ભારત નયુઝ ગોંડલ
અખંડ ભારત નયુઝ ગોંડલ
અખંડ ભારત નયુઝ ગોંડલ. પુજીત રૂપાણી ટ્રસ્ટ ખાતે દવાઓ પણ અપાશેવિજયભાઇ રૂપાણીની ૧૦ મી માસિક પુણ્યતિથીએ રવિવારે નિઃશુલ્ક કેમ્પરાજકોટઃ શ્રી પુજીત વિજયભાઇ રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ અંતર્ગત રવિવાર તા. ૧૨ સવારે ૮:૩૦ થી ૧૧:૩૦ દરમ્યાન શ્રી પુજીત વિજયભાઈ રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ “કિલ્લોલ” ૧- મયુરનગર, રાજકોટ મ્યુનિસિપલ કશોર્પોરેશન (પૂર્વઝોન) સામે, ભાવનગર રોડ ખાતે ચામડી, દંતરોગ, બાળરોગ, કાન-નાક-ગળાના દર્દો માટે નિદાન સારવાર નિઃશુલ્ક દવા વિતરણ તેમજ લેબોરેટરી વિભાગ દ્વારા લોહીની પ્રાથમિક તપાસ કરી આપવામાં આવશે.ટ્રસ્ટના દંત વિભાગમાં ખૂબ જ નજીવા દરે દાંતની દરેક પ્રકારનીઉત્તમ સારવાર કરવામાં આવે છે.આ કેમ્પમાં કાન-નાક-ગળા વિભાગમાં ડો. જતિનભાઈ મોદી, ડો. દર્શનભાઈ ભટ્ટ, ચામડી વિભાગમાં ડો. ચેતનભાઈ લાલસેતા, ડો. પૂજાબેન ભીંડોરા, ડો. પ્રિયંકાબેન સુતરીયા, બાળરોગ વિભાગમાં ડો. નિખિલભાઇ શેઠ, ડો. અનિલભાઈ સાંજવા (પીડીયોટ્રીક સર્જન) દંતરોગ વિભાગમાં ડો. બિંદનભાઈ શાહ, ડો. પ્રિતેશભાઈ વોરા, ડો. બંસીબેન કારીયા, ડો. નેહાંશીબેન રામાનુજ સેવા આપશે. કેમ્પના આયોજનમાં ટ્રસ્ટી શ્રીમતિ અંજલિબેન રૂપાણીનાં માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટની મેડીકલ કમિટી મેમર્બ્સ મહેશભાઈ ભટ્ટ, ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, ડો.નયનભાઈ શાહ, દિવ્યેશભાઈ અઘેરા, ગીતાબેન બિપીનભાઈ વસા, શૈલેષભાઈ લોટીયા, હરીશભાઈ શાહ, કેતનભાઈ મેસવાની કાર્યશીલ છે.કેમ્પની વિશેષ માહિતી માટે ટ્રસ્ટના વહીવટી અધિકારી ભાવેનભાઇ ભટ્ટનો ટ્રસ્ટ ખાતે રૂબરૂ અથવા ફોન નં. ૦૨૮૧-૨૭૦૪૫૪૫ પર સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે. અખંડ ભારત નયુઝ રિપોર્ટર સમીર ગીલાણી
RAJKOT






















