
Technology
શિક્ષણ અને સેવાનો ત્રિવેણી સંગમ
શિક્ષણ અને સેવાનો ત્રિવેણી સંગમ
શિક્ષણ અને સેવાનો ત્રિવેણી સંગમ: ગાયત્રીનગર પ્રા. શાળામાં 'પાણીની પરબ'નું ભૂમિ પૂજનચરાડા:વિદ્યાર્થીઓને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાનું શુદ્ધ અને ઠંડું પાણી મળી રહે તેવા ઉમદા હેતુથી, ગાયત્રીનગર પ્રાથમિક શાળા, ચરાડા ખાતે આજે 'પાણીની પરબ' ના નિર્માણ માટે ભૂમિ પૂજન વિધિનો કાર્યક્રમ અત્યંત ઉત્સાહપૂર્વક યોજાયો હતો.આ સેવાકીય કાર્યમાં દાતાશ્રીઓએ ઉદાર હાથે ફાળો આપીને બાળકોના હિતમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે:મુખ્ય દાતાશ્રીઓની યાદી:રૂ. 1,50,000/- : શ્રી હેમંતભાઈ ફલજીભાઈ ચૌધરીરૂ. 1,00,000/- : શ્રી ચંદ્રકાંતભાઈ જીવણભાઈ ચૌધરી (ઉપશિક્ષક, ગાયત્રીનગર પ્રા. શાળા)અન્ય દાતાશ્રીઓની યાદીશ્રી મેહુલકુમાર ભરતકુમાર સોની મુખ્ય શિક્ષક,શ્રી મહેશભાઈ મોંધજીભાઈ ચૌધરી, ઉપશિક્ષક અનેશ્રી સંગીતાબેન બળદેવભાઈ પટેલ ઉપશિક્ષક, ગાયત્રીનગર પ્રા. શાળા)વિશેષ નોંધનીય બાબત એ છે કે શાળાના શિક્ષકોએ પણ પોતાની ફરજની સાથે સામાજિક જવાબદારી સમજીને આર્થિક સહયોગ આપ્યો છે, જે સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે."બાળકોના હિતાર્થે અને સુવિધા માટે જે રીતે દાતાશ્રીઓએ સહયોગ આપ્યો છે, તે બદલ SMC અને સમગ્ર શાળા પરિવાર તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે."
GANDHINAGAR






















