VALSAD | By Akhand Bharat Team | Published:

ડાંગના રમતવીર મનોજ ગાંવિતને આર્થિક મદદ કરાઈ
દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં અનેક પ્રતિભાઓ છુપાયેલી પડી છે પરંતુ ગરીબી અને યોગ્ય તકના અભાવે પ્રતિભાઓ આગળ વધી નથી શકતી.હાલમાં જ ડાંગના રમતવીર મનોજ ગાંવિત ખેલો ટ્રાયબલ ઇન્ડિયા ગેમ્સમાં જવા માટે સામાન ખરીદવા માટે આશરે ૨૮ હજાર રૂપિયાની જરૂર હતી જે બાબતની જાણ સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજયના પ્રમુખશ્રી ડો.પ્રદીપભાઈ ગરાસિયાને થતા તેમણે તાત્કાલિક આ યુવાન માટે સમાજને હાકલ કરતા એક જ કલાકમાં લોકોએ સહાય મોકલી આપી હતી જે બાબતે મનોજ ગાંવિતે સમસ્ત આદિવાસી સમાજનો આભાર માન્યો હતો.-અખંડ ભારત