
Politics
ગુજરાત સરકારની તાંબા હેઠળ ચાલતી 112 ઇમરજન્સી પબ્લિક સેવાને બદલે અંગત સ્વાર્થ રાખતા કર્મચારીઓની મીલીભગત
ગુજરાત સરકારની તાંબા હેઠળ ચાલતી 112 ઇમરજન્સી પબ્લિક સેવાને બદલે અંગત સ્વાર્થ રાખતા કર્મચારીઓની મીલીભગત
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના બટકવાડા ગામે ગત તારીખ 9મી એપ્રિલ 2026 ના રોજ સાંજના સુમારે આશરે 7.00 કલાકે બટકવાડા ના ખેતુ ફળિયા-01 માં રહેતા રજાત પારસીંગભાઈ વેચાતભાઈ તથા રજાત ચંદુભાઈ કાળુભાઈ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. બંનેની વચ્ચે બોલાચાલી થતા વાતાવરણ તંગ બનવા પામેલ હતું. જેથી રજાત પારસિંગભાઈ નાઓએ 112 માં ફોન મારફતે જાણ કરી હતી. અને સુલેહ શાંતિનો ભંગ અટકાવવા માટે તૈયારીમાં 112 ની ગાડી આવી ગઈ હતી.અને અરજદારને ગાડીમાં બેસાડી લઈ ગયા હતા.અને રસ્તામાં ગાડી ધીમી કરી અરજદારને પૈસાની માંગણી કરેલ હતી.જે અરજદાર પાસે રોકડ નાણાં મારી પાસે નથી. તેવું જણાવેલ હતું જેથી 112 ના કર્મચારીઓએ જણાવેલ કે રોકડ રકમ નહીં હોય તો ચાલશે.વધુમાં જણાવેલ કે મારા ખાતામાં નાખી દે તેવું જણાવેલ જેથી અરજદારે કર્મચારીના ખાતામાં નાખી દીધાં હતા.આ વિસ્તાર આદિજાતિ હોઇ તેમજ ગરીબ આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે. જેના કારણે શિક્ષણ ઓછું હોવાના મોટા ભાગના અરજદારો અજાણ હોવાથી ભોળી પ્રજાનો લાભ ઉઠાવતા હોય છે.જેથી સરકારશ્રીના નિયમો અનુસાર ઇમરજન્સી 112 ની સેવા અંગે જાહેર પબ્લિક વચ્ચે સુલેહ શાંતિ ભંગ અટકાવવા માટે અને ગ્રામજનોમાં શાંતિ જળવાઈ રહે તે હેતુસર સરકારશ્રીએ 112 ની સેવા શરૂ કરેલ છે. પરંતુ સંતરામપુર તાલુકામાં સમગ્ર વિસ્તારમાં 112 ની સેવા કરવાને બદલે 112 માં રોકાયેલ કર્મચારીઓ દ્વારા અરજદારોને ધાક ધમકી આપી ડરાવી જેલમાં નાખી દઈશું તેવી ધમકીઓ આપી અરજદારો પાસેથી રોકડ રકમ આ અરજદારને આવું જ બનવા પામેલ હતું જેથી 112 માં આવેલ કર્મચારીઓ દ્વારા ધાક ધમકી આપી ડરાવીને પોતાના મોબાઈલ દ્વારા કર્મચારીના સ્કેનરમાં રૂપિયા બે હજાર પડાવી દીધેલ છે. તો સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ ઘટના અંગેની સઘન તપાસ કરી અરજદારને આ રકમ પરત આપવામાં આવે તેવી અરજદારની માંગ છે અને કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી યોગ્ય કાર્યવાહી કરવા અંગેની તપાસ પણ જરૂરી છે.
MAHISAGAR





















