
Politics
સાવરકુંડલા ઇન્ડિયન ગેસ ની ઓફિસ રોજે રોજની પરિસ્થિતિ બેકાબૂ બની રહી છે
સાવરકુંડલા ઇન્ડિયન ગેસ ની ઓફિસ રોજે રોજની પરિસ્થિતિ બેકાબૂ બની રહી છે
અમરેલી જીલ્લો ગામ સાવરકુંડલા એલપીજી સિલિન્ડર ની મેળવવા લોકોની હાલાકી સાવરકુંડલા માં દેવડા ગેટ વિસ્તાર ઇન્ડિયન ગેસ ઓફિસ જ્યાં ઘણા સમયથી આવી લાંબી કટારો અર્ધ રાત્રીના વહેલા 3:00 વાગ્યાથી બાટલો લેવા માટે લાંબી લાઈન જોવા મળે છે જેમાં વૃદ્ધો, માતાઓ, બહેનો અને ભાઈઓ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે આશરે 250 થી 300 માણસો આ દેવડા ગેટ વિસ્તારને મેળાના સ્વરૂપમાં ફેરવી દીધું છે એક સાઈડ ટુ-વ્હીલરો ના થપા અને એક સાઇડ ગેસ એજન્સીએ લેવા માટે લાગેલી લાઈન બહારના દેશોની સ્થિતિ જે હોય તે પરંતુ આપણા જ ઘર આંગણે હાલમાં એલપીજીની ખૂબ અછત વર્તાઈ રહી છે ઈરાન અમેરિકા અને ઇઝરાયેલ યુદ્ધના કારણે જે અછત સર્જાણી છે એલપીજી માં પુરવઠા સામે માંગ ની સામે લોકોનો ઘસારો તેમજ બુકિંગ વધુ છે કે પછી બાટલા કોઈ અન્ય રીતે ગ્રાહકો સુધી પહોંચાડવામાં નથી આવતા તેનું ગણિત સમજાય તેવું નથી મધ્યમ વર્ગનો અને ગરીબ માણસ ભોગવી હોવી રહ્યો છે હાલ રોજે ઇન્ડિયન ઓફિસમાં અનેક લોકો લાઇનની મોટી મોટી કતારો જોવા મળે છે કોઈક ને કોઈક ટેકનીકલ પ્રશ્નો અને સિલિન્ડરની અછત એ વધારે આ પરિસ્થિતિને ખરાબ કરી રહી છે સામાન્ય માણસ જે દિવસે કામ કરે તો માંડ અડધા સિલિન્ડરના પૈસા ભેગા કરી શકે તેની સામે એને લાઈનમાં ઊભું રહી અને અડધો દિવસ કે ક્યારેક ક્યારેક તો આખો દિવસ પણ બગાડવો પડે છે છેલ્લા દોઢ મહિનાથી આ પરિસ્થિતિનું સર્જન થયું છે હાલમાં કોઈ આનું નિરાકરણ લાવી શકે તેવું નથી લાગતું સામાન્ય માણસને એક એલપીજી સિલિન્ડર મળી જાય તો પણ તેને ઘણી રાહત થતી હોય છે ઉદ્યોગોની તો હાલાકી આપણે જોઈ જ રહ્યા છે કે હાલમાં અમુક ઉદ્યોગોમાં એલપીજી ના અછતને કારણે તાળા લાગી ગયા છે તેમની બેકારી તેમજ ઘરના ચૂલા સળગાવવા માટે આ એલપીજી સિલિન્ડરની મત મોટી લાઈન એ આવનારા પરિસ્થિતિ કેવી થશે કે કોઈ કહી શકે તેમ નથી જ્યારે સરકાર દ્વારા પણ ક્યાંક ને ક્યાંક એવા પ્રયત્નો થઈ રહ્યા છે કે જેથી કરીને આ પરિસ્થિતિ વધારે ખરાબ ન બને હાલમાં તો આ તબક્કે રોજે મોટી લાઈન જોવા રોજે મળી રહી છે તાલુકા રિપોર્ટર પ્રશાંત વનરા
AMRELI























