VALSAD | By Akhand Bharat Team | Published:

નારગોલ અંબા માતાજી ના મંદિર ઉપર કલશ સ્થાપના કરાઈ
વલસાડ જિલ્લા ઉંબરગામ તાલુકા ના નારગોલ નવાતળાવ ૩ ખાતે અંબા માતાજી ના મંદિર ઉપર આચાર્ય મયુર મહારાજ દ્વારા શ્રી વનેશભાઈ નાનુભાઈ પટેલના યજમાનપદે નવનિર્મિત કળશસ્થાપનાનો કાર્યક્રમ શાખા પ્રમુખશ્રી જય પ્રકાશ પી. ભંડારીના પ્રમુખપણા હેઠળ રંગે ચંગે ઉજવવામાં આવ્યો. જેમા મંત્રીશ્રી કિશોરભાઈ રાઉત સાથે મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.-અખંડ ભારત