NAVSARI | By Akhand Bharat Team | Published:

આદિવાસી સમાજનું ગૌરવ
વાંસદામાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતી કેલીયા ગામની વતની સારા વિરલ ગાયનેગુજરાત રાજય કક્ષાની હોમ ગાર્ડની સ્પર્ધામાં ૧૦૦ મીટર દોડમાં પ્રથમ,૨૦૦ મીટર દોડમાં દ્વિતીય અને લાંબીકુદમાં ત્રીજો નંબર પ્રાપ્ત કરી વાંસદા હોમ ગાર્ડ વિભાગ અને આદિવાસી સમાજનું નામ રોશન કરેલ છે એ બદલ સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખશ્રી તેમજ ખેરગામની ચિંતુબાનો છાંયડો હોસ્પિટલના જાણીતા ગોલ્ડ મેડલિસ્ટ જનરલ સર્જન ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને એમની ટીમે સારાને અભિનંદન પાઠવ્યા હતા.-અખંડ ભારત