NAVSARI | By Akhand Bharat Team | Published:

બારતાડ મુકામે માતૃવંદન અને કુંવારિકા પૂજન ની ભવ્ય ઉજવણી
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંસદા દ્વારા જાગીરી ફળીયા વર્ગ, બારતાડ ખાનપુર ખાતે તારીખ ૨૮-૦૩-૨૦૨૬ના રોજ ‘માતૃવંદના અને કુંવારીકા પૂજન’ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય અને સ્વાગત ગીત દ્વારા કરવામાં આવી હતી. આ અવસરે ઉપસ્થિત તમામ માતૃશક્તિનું પુષ્પ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથીડા. યોગેશ્વરી પટેલે ‘સ્વસ્થ મહિલા, સશક્ત મહિલા’ વિષય પર પ્રેરણાદાયી વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે, મહિલાઓ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હશે તો જ એક સશક્ત સમાજનું નિર્માણ થઈ શકશે. મુખ્ય વક્તા બિનલબેન સોલંકીએ અપ્રતિમ શૌર્યના પ્રતીક એવા રાણી અબક્કાનો જીવન પરિચય કરાવી નારી શક્તિના સાહસથી સૌને પરિચિત કર્યા હતા. અતિથિ વિશેષ તરીકે ડા. ખ્યાતિ માહલાએ હાજરી આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.આ કાર્યક્રમમાં બારતાડ પ્રાથમિક શાળાની બાળાઓએ મોઢે કરેલા ગીતાના શ્લોકોનું પઠન કરી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. -અખંડ ભારત