NAVSARI | By Akhand Bharat Team | Published:

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ નવસારી ની રજૂઆત
પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ નવસારી જિલ્લાની નવી ટીમ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અરૂણભાઇ અગ્રવાલ અને નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નવીનભાઈ પટેલની એક શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. આ બેઠકમાં સંગઠનના ૧૨ જેટલા મુખ્ય હોદ્દેદારોએ ઉપસ્થિત રહીને નવી ટીમનો પરિચય આપ્યો હતો અને શિક્ષકો તેમજ શાળાઓને મૂંઝવતા વિવિધ વહીવટી પ્રશ્નો અને ગ્રાન્ટ બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી.નવસારી જિલ્લાના શૈક્ષણિક વાતાવરણને વધુ સુદ્રઢ બનાવવા અને શિક્ષકોના પડતર પ્રશ્નોના નિરાકરણ લાવવાના હેતુથી પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.-અખંડ ભારત