CHHOTA UDAIPUR | By Akhand Bharat Team | Published:

નસવાડી તાલુકામાં મુસ્લિમ સમાજ દ્રારા રમજાન ઈદ ની ઉત્સાહ ભેર ઉજવણી
નસવાડી તાલુકામાં મુસ્લિમ સમાજ દ્રારા રમજાન ઈદ ની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી વહેલી સવારથી જ નવા વસ્ત્રો પરિધાન કરીને મુસ્લિમ સમાજ ના લોકો ઈદ ની નમાજ પઢવા અશ્વિન નદીના કિનારે આવેલ ઇદગાહ ઉપર પહોંચી ગયા હતા અને ઈદ ઉલ ફીત્રની નમાજ અદા કરી હતી જેમાં નમાજ બાદ ભારત દેશ મજબૂતી સાથે આગળ વધે અને દેશ દુનિયામાં ભાઈચારાની લાગણી બની રહે અને ભારત દેશ ઉપર આવતા તમામ સંકટો દૂર થાય તે માટે દુવા કરવામાં આવી જયારે બે વર્ષ થી કોરોના કાળ માં ઈદની ઉજવણી થઈ ના હતી ત્યાર બાદ એક બીજાને ભેટીને ઈદ ની મુબારક બાદી પાઠવી હતી.-અખંડ ભારત