CHHOTA UDAIPUR | By Akhand Bharat Team | Published:

નસવાડીમાં ભાથીજી મહારાજની ભવ્ય શોભાયાત્રા યોજાઈ
નસવાડી ખાતે નવરાત્રીના નવમા દિવસે ભાથીજી મહારાજની ભવ્ય શોભાયાત્રા ધામધૂમથી યોજાઈ હતી. યાત્રા નસવાડીના નામેન બજારથી પ્રસ્થાન કરી શહેરના મુખ્ય માર્ગો પરથી ભવ્ય રીતે પસાર થઈ મંદિર ખાતે પહોંચી હતી.શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર નસવાડી શહેર ભક્તિમય રંગે રંગાઈ ગયું હતું. યાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ ફૂલોની વર્ષા કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભક્તોના જયઘોષ, ભજન-કીર્તન, ઢોલ-નગારા અને આકર્ષક ધાર્મિક ઝાંખીઓએ સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક ઉત્સાહથી ભરપૂર બનાવી દીધું હતું.-અખંડ ભારત