CHHOTA UDAIPUR | By Akhand Bharat Team | Published:

કોયરી માર્ગ નજીક ક્ષતિગ્રસ્ત પાઈપ લાઈનનું મરામત કરવા માંગ
નસવાડી તાલુકાના કોયરી રોડ પર તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. ખોડીયા થી કોયારી કેનાલ તરફ જતા માર્ગ પર આવેલ પંપ હાઉસની પાણીની પાઇપલાઇન લાંબા સમયથી તૂટી ગઈ છે, છતાં જવાબદાર વિભાગ દ્વારા કોઈ મરામત કરવામાં આવી નથી.આ તૂટેલી પાઇપલાઇનમાંથી સતત પાણી રસ્તા પર વહી રહ્યું છે, જેના કારણે રોડ કાદવમય અને જોખમી બન્યો હોઈ તાકીદે ક્ષતિગ્રસ્ત પાઈપ લાઈનનું મરામત કરવા માંગ ઉઠી છે.-અખંડ ભારત