CHHOTA UDAIPUR | By Akhand Bharat Team | Published:

નસવાડીમાં જીલ્લા ફેરબદલી થયેલ મામલતદારનો વિદાય સમારંભ યોજાયો
નસવાડી તાલુકા મામલતદાર કચેરીમાં તાજેતરમાં જીલ્લા ફેર બદલી પામેલા નાયબ મામલતદારોને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ તેમની સેવાઓને યાદગાર ગણાવી તેમના કાર્યકાળની પુરતા પ્રશંસા કરી હતી. વિદાય સમારંભ દરમિયાન નિતિન દરજી, અનિલ ચૌધરી, સુનિલ હળપતિ અને જયશ્રી પટેલના કાર્યને વિશેષ રીતે બિરદાવવામાં આવ્યુ હતું. તમામ અધિકારીઓએ પોતાના કાર્યકાળ દરમિયાન પારદર્શક વહીવટ, ઝડપી નિકાલ અને જનસેવામા પતિબધતા દાખવી હતી, જેના કારણે નસવાડી તાલુકાની વહીવટી વ્યવસ્થામાં નોધપાત્ર સુધારો થયો હતો.-અખંડ ભારત