AMRELI | By Akhand Bharat Team | Published:

જાફરાબાદમાં ૪૪ મી ભવ્ય રામ જન્મોત્સવ શોભાયાત્રા યોજાઈ
જાફરાબાદ શહેરમાં આજે વિશ્વહિન્દુ પરિષદ બજરંગદળ આયોજન હેઠળ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. શ્રી રામજી મંદિર થી બપોરે ૪ઃ૦૦ વાગ્યે શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મુખ્યબજારો, બંદર ચોક, કામનાથ મહાદેવ મંદિર, નગર પાલિકા ગાર્ડન સર્કલ તથા ચોકના હનુમાનજી મંદિરે પ્રસ્થાન કરવામાં આવ્યું હતુંશોભાયાત્રા દરમિયાન ઠંડા પીણા, સરબત, આઇસ્ક્રીમ, છાશ, ગુલ્ફી વગેરેની વિવિધ સંસ્થાઓ દ્વારા સેવા આપવામાં આવી હતી, જેના કારણે યાત્રામાં જોડાયેલા ભક્તોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.-અખંડ ભારત