MAHISAGAR | By Akhand Bharat Team | Published:
રિપોર્ટર: પ્રજીશ એસ.
પી એમ શ્રી ગુંથલી પ્રાથમિક શાળામાં મતદાર જાગૃતિ રેલી યોજાઈ
આજરોજ પી એમ શ્રી ગુંથલી પ્રાથમિક શાળામાં મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકશાહીના પર્વ ચૂંટણી પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવા અને મતદાનનું મહત્વ સમજાવવા માટે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર ગુંથલી ગામમાં રેલી યોજાઈ હતી.
આ કાર્યક્રમમાં બી.એલ.ઓ. શ્રી જીતેન્દ્રભાઈ તેમજ શિક્ષકશ્રીઓ ભાવનાબેન, ધર્મેન્દ્રભાઈ અને મહિપાલસિંહ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ માટે વિવિધ સૂત્રોચ્ચાર કરીને ગ્રામજનોને મતદાન કરવા પ્રેરિત કર્યા હતા.
રેલી દરમિયાન “મતદાન આપણી ફરજ”, “પ્રથમ મતદાન, પછી જલપાન” જેવા જાગૃતિસભર સૂત્રો સાથે ગામમાં લોકજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. ગામલોકોએ વિદ્યાર્થીઓના આ પ્રયત્નને વધાવી લીધો હતો.
આ કાર્યક્રમ દ્વારા મતદાન અંગે સમાજમાં સકારાત્મક સંદેશ પ્રસરી રહ્યો હોવાનું આયોજનકર્તાઓએ જણાવ્યું હતું.