નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ (IPS), ગાંધીનગર રેન્જ, ગાંધીનગર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ તથા પોલીસ અધિક્ષકશ્રી, હિમાંશુ સોલંકી સાહેબ (IPS), મહેસાણા નાઓએ મહેસાણા જિલ્લામાં પેરોલ/ફર્લો તથા વચગાળાના જામીન ઉપર છુટેલ ફરાર કેદી/નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગે સુચના કરેલ હોય તેમજ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી, એસ.આર. ચૌધરી સાહેબ એલ.સી.બી. મહેસાણા નાઓના માર્ગદર્શન અન્વયે અમો કે.જી.ચૌધરી પો.સબ.ઇન્સ પેરોલ ફર્લો સ્કોડ, મહેસાણા નાઓ પેરોલ ફર્લો સ્કોડના કર્મચારીઓને નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગે અસરકારક કામગીરી કરવા તજવીજ હાથ ધરેલ.જે અન્વયે તા.૦૪/૦૪/૨૦૨૬ ના રોજ ASI નરેન્દ્રસિંહ હઠીસીંહ તથા HC પ્રકાશકુમાર વિરસંગભાઇ, PC હિતેશકુમાર સુરેશભાઇ વિગેરે નાઓ ઓફીસે હાજર હતા. દરમ્યાન ASI નરેન્દ્રસિંહ / PC હિતેશકુમાર નાઓને ટેકનીકલ સોર્સ મારફતે હકીકત મળેલ કે, કડી પોલીસ સ્ટેશન પ્રોહિ. ગુ.ર.નં. ૨૯૭/૨૦૧૩ પ્રોહિ, એક્ટ કલમ ૬૬બી, ૬૫ એઇ, ૧૧૬-બી, ૮૧ મુજબના ગુનામાં નાસતા ફરતા આરોપી મારવાડી મોપાજી ઉર્ફે મફાજી બાબરાજી રહે, મડુતરા તા.ભીનમાલ રાજસ્થાન વાળો હાલમાં અમદાવાદ શહેર ખાતે મ.નં.૫-બી, સર્વ મંગલ સોસાયટી, જયદિપ ટાવર પાસે, પાલડી ખાતે રહે છે. જે હકીકત આધારે ઉપરોક્ત આરોપીની તપાસમાં સ્કોડના માણસો અમદાવાદ શહેર ખાતે જવા ખાનગી વાહનમાં રવાના થયેલ અને અમદાવાદ ખાતે આવી હ્યુમન સોર્સ મારફતે તપાસ કરતા સદર આરોપી મ.નં.૫-બી, સર્વ મંગલ સોસાયટી, જયદિપ ટાવર પાસે, પાલડી ખાતે રહેતો હોવાની ચોક્કસ હકિકત મળતા હકિકત વાળા ઘરે જઇ તપાસ કરતા એક ઇસમ હાજર મળી આવેલ. જેને અમારી પોલીસ તરીકેની ઓળખ આપી નામઠામ પુછતાં તેણે પોતાનુ નામ -મુપાજી ઉર્ફે મોપાજી ઉર્ફે મફાજી સન/ઓફ બાબરાજી ઇરાજી પ્રજાપતિ (મારવાડી) ઉ.વ.૫૯ મુળ રહે, મુડતરાયિલ્લી તા.ભીનમાલ જી.ઝાલોર રાજસ્થાન હાલ રહે, મ.નં.૫-બી, સર્વ મંગલ સોસાયટી, જયદિપ ટાવર પાસે, પાલડી, અમદાવાદ શહેર વાળો હોવાનું જણાવતાં સદરી ઇસમ ઉપરોક્ત ગુનામાં નાસતો ફરતો હોય. જેને તા.૦૪/૦૪/૨૦૨૬ ના ક.૨૩/૩૦ વાગે હસ્તગત કરી હસ્તગત કર્યા અંગેની જાણ તેના સગા ભાઈ દેવાજી બાબરાજી પ્રજાપતિ નાઓને રૂબરૂમાં કરી કડી પો.સ્ટે. ખાતે લાવી તા.૦૫/૦૪/૨૦૨૬ ના ક.૦૨/૧૫ વાગે સ્ટે.ડા.નં.૦૪/૨૬ થી નોંધ કરાવી આગળની ઘટતી કાર્યવાહી કરવા સારૂ કડી પો.સ્ટે. સોપવા તજવીજ કરેલ છે. તા.૦૫/૦૪/૨૦૨૬કામગીરીમાં રોકાયેલ અધિકારીશ્રી/કર્મચારીઓ:-PSI કે.જી.ચૌધરી, ASI નરેન્દ્રસિંહ હઠીસિંહ, HC પ્રકાશકુમાર વિરસંગભાઇ, PC હિતેષકુમાર સુરેશકુમાર પેરોલ/ફર્લો સ્કોડ, મહેસાણા.(કે.જી.ચૌધરી) પોલીસ સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્કોડ મહેસાણા