GIR SOMNATH | By Akhand Bharat Team | Published:

વેરાવળના રામપરા ગામે કૂવામાંથી સિંહના બચ્ચાનું રેસક્યુ કરાયું
ગીર સોમનાથ વન વિભાગે વેરાવળના રામપરા ગામે કુવામાંથી બનાવેલ સિંહ બાળનું તેની માતા સાથે સફળતાપૂર્વક મિલન કરાવ્યું છે સિંહ બાળને આજે સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યું હતુ.બે દિવસ અગાઉ વેરાવળ રેન્જ હેઠળના રામપરા ગામમાં ખેડૂત સરમણભાઈ લખમણભાઈ રાઠોડના કુવામાં આશરે ૧ વર્ષની ઉંમરનુ એક સિંહ બાળ અકસ્માતે પડી ગયું હતું.વનવિભાગને જાણ થતાં વનપાલ વનરક્ષકો અને ટ્રકેસની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી સુરક્ષીત રીતે બસાવ કામ ગીરી હાથ ધરી હતી.-અખંડ ભારત