VADODARA | By Akhand Bharat Team | Published:

વડોદરાના આધેડે નર્મદા કેનાલમાં પડતુ મૂકી જીવન ટુંકાવ્યું
ગતરોજ મોડી સાંજે હાલોલની ગ્રામ્ય પોલીસને માહિતી મળી હતી. કે રાજપુરા ગામ પાસે થી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં કોઈ ઇસમ અગમ્ય કારણોસર કૂદી પડ્યો હોવાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે તપાસ કરતા કેનાલની નજીકમાં એક બર્ગમેન સ્કૂટર મળી આવ્યું હતુ. જેમા કેનાલમાં કૂદી પડેલા ઇસમનું લાયસન્સ મળી આવતા પોલીસને જાણવા મળ્યુ હતુ. કે આ ઇસમ સંજય શિવાજીરાવ ખાંડેકર ઉ. વ.૫૧ રહે.સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટ જયસ્વાલ ભવન પાછળ બરાનપૂરા વડોદરા હોવાનું જાણવા મળી આવ્યું હતુ. જેને લઇ પોલીસે હાલોલ ફાયર ટીમ ની મદદ થી તેની શોધખોળ ના અંતે સંજયભાઈ નો મૃતદેહ મળી આવતા તેને બહાર કાઢ્યો હતો. અને સંજયભાઈ ના પરિવારની ઓળખ કરી પોલીસે અક્સ્માતે મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.-અખંડ ભારત