VADODARA | By Akhand Bharat Team | Published:

વડોદરા તાલુકા ના રામનાથમાં ચાર વિજ પોલ ધરાશયી
વડોદરા તાલુકાના રામનાથ ગામમાં આજે અચાનક આવેલા તીવ્ર પવન અને વાવાઝુડાના કારણે વીજ વ્યવસ્થાને ભારે નુકસાન થયું છે.ગામમાં કુલ ૪ વીજ થાંભલા ધરાશાયી થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, જોરદાર પવનના ઝાપટા કારણે થાંભલા જમીન પર પડી ગયા, જેના કારણે ગામના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. હાલ વીજ વિભાગની ટીમોને જાણ કરવામાં આવી છે અને મરામત કામગીરી શરૂ થવાની અપેક્ષા છે.ગામમાં સુરક્ષા માટે લોકોને તૂટેલા વીજ વાયર અને થાંભલાથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે.-અખંડ ભારત