Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
*વાવ–થરાદ જિલ્લામાં ભાજપની સક્રિયતા ૧૨૦૩ ઉમેદવારી ફોર્મ ભરાયા, યુવાનોને મળશે તક*ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા નવ નિયુક્ત વાવ–થરાદ જિલ્લામાં ઉમેદવારી માટેની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. ગઈકાલે તા. ૩ થી શરૂ થયેલી આ પ્રક્રિયા આજે તા. ૪ સુધી ચાલી હતી, જેમાં સવારથી જ ઇચ્છુક ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.આ પ્રક્રિયા દરમિયાન બે નગરપાલિકા અને આઠ તાલુકા વિસ્તારોમાંથી કુલ ૧૨૦૩ ઉમેદવારી ફોર્મ ભરાયા હોવાનું જાણવા મળ્યું છે. તમામ ફોર્મ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા જ ભરાયા છે, જે પાર્ટીની મજબૂત હાજરી અને સંગઠનશક્તિ દર્શાવે છે.પાર્ટી દ્વારા ઉમેદવારી માટે કેટલાક માપદંડો પણ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ, ત્રણ સંતાન ધરાવતા લોકો અને અગાઉ નગરપાલિકા, તાલુકા પંચાયત અથવા જિલ્લા પંચાયતની ચૂંટણી લડેલા ઉમેદવારોને આ વખતે તક આપવામાં નહીં આવે.ખાસ કરીને યુવા કાર્યકરોને પ્રાધાન્ય આપવામાં આવશે. ભાજપ માટે સતત કાર્યરત અને ઝંડા-બેનરો દ્વારા પ્રચાર કરતા યુવાનોને આ વખતે ઉમેદવારી માટે તક આપવામાં આવશે તેવી જાણકારી મળી છે.આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન સંગઠન દ્વારા વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં કાર્યકરો તથા ઇચ્છુક ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.*અહેવાલ. અશોક ભાટી (વાવ થરાદ)* | Akhand Bharat Dainik