શ્રી એમ. વિર સિંહ સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, સુરત રેન્જ, સુરત તથા શ્રી જે.એન. દેસાઈ સાહેબ, પોલીસ અધિક્ષક, તાપી-વ્યારા દ્વારા એસ.ઓ.જી. ચાર્ટર મુજબ કામગીરી કરી ફરાર આરોપીઓને ઝડપી પાડવા તેમજ શરીર અને મિલકત સંબંધિત ગુનાઓ ડિટેક્ટ કરી કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.આ સૂચનાઓના અનુસંધાને કે.ડી. મંડોરા, પોલીસ ઈન્સ્પેક્ટર, એસ.ઓ.જી. શાખા, તાપી તથા એન.પી. ગરાસિયા, પોલીસ સબ ઈન્સ્પેક્ટર, એસ.ઓ.જી. શાખાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. દાઉદભાઈ ઠાકોરભાઈ (બ. નં. 663), હેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ કૂણણાભાઈ (બ. નં. 674), હેડ કોન્સ્ટેબલ શરદભાઈ સુરજીભાઈ (બ. નં. 684) તથા પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ રમણભાઈ (બ. નં. 506) નીઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા.તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ તથા કોન્સ્ટેબલ વિપુલભાઈને ખાનગી બાતમી મળી કે વેડછા ટાંકી તરફથી એક વ્યક્તિ વાદળી રંગના ટ્રેક્ટર પાછળ ડ્રિલ કમ્પ્રેસર મશીન ફિટ કરીને ગેરકાયદેસર રીતે લાઈસન્સ વગર જેલેટીન સ્ટિક લઈને બોરદાગામ તરફ આવી રહ્યો છે.આ બાતમીના આધારે બોરદાગામની સીમમાં જાહેર માર્ગ ઉપર વોચ ગોઠવવામાં આવી હતી. ત્યારે ફાર્મટ્રેક કંપનીનો ટ્રેક્ટર (નંબર RJ-06 R-9731) ડ્રિલ કમ્પ્રેસર મશીન સાથે લઈને આવતો એક વ્યક્તિ રામેશ્વરભાઈ નાનજી જાટ (ઉ.વ. 28 વર્ષ), હાલ રહે. નીઝર, જી. તાપી તથા મૂળ રહે. સોપુરા ગામ, જી. ભીલવાડા (રાજસ્થાન) ને ઝડપી પાડવામાં આવ્યો હતો.તપાસ દરમિયાન ટ્રેક્ટરની સીટ નીચેના લોખંડના બોક્સમાંથી 45 નંગ ગેરકાયદેસર જેલેટીન સ્ટિક (કિંમત ₹9,000), બેટરી (₹500), 50 મીટર વાયર (₹500), એક મોબાઈલ (₹500) તેમજ ટ્રેક્ટર અને ડ્રિલ કમ્પ્રેસર મશીન (₹2,00,000) મળી કુલ ₹2,10,500નો મુદ્દામાલ બિનપરમિટ ગેરકાયદેસર રીતે કબ્જામાં રાખેલો મળી આવ્યો હતો.આ પ્રકારની વિસ્ફોટક સામગ્રી રાખવાથી પોતાને તથા અન્ય લોકોના જાનમાલને જોખમ થાય તેવું જણાતા આરોપીને ઝડપી પાડી નીઝર પોલીસ સ્ટેશનમાં ગુનો નંબર 11824007260174/2026 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.કાર્યवाही કરનાર અધિકારીઓ/કર્મચારીઓ:એસ.ઓ.જી. શાખા, જિલ્લા તાપીકે.ડી. મંડોરા – પોલીસ ઈન્સ્પેક્ટરએન.પી. ગરાસિયા – પોલીસ સબ ઈન્સ્પેક્ટરએ.એસ.આઈ. દાઉદભાઈ ઠાકોરભાઈહેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ કૂણણાભાઈહેડ કોન્સ્ટેબલ શરદભાઈ સુરજીભાઈપોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ રમણભાઈ