Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
સુદામા ટ્રસ્ટ યુવાનો દ્વારા હનુમાન જયંતી ના પવિત્ર દિવસે પક્ષીઓ ને પીવા માટે પાણી ના કુંડા 7000 વિના મૂલ્યે વિતરણ- સુદાના ઘેરીટેબલ ટ્રસ્ટહનુમાન જયંતિના પ્રત્યેન / નિમિને સૂ કુંડા વિતરણકિડઝરAANSSOPCemકર ભલા... હો ભલા... સેવા પરમો ધર્મ: પક્ષી બચાવો, પુણ્ય કમાવો સુરતની સામાજિક સેવા સંસ્થા સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉનાળાની આ ભીષણ ગરમીમાં અબોલ પક્ષીઓની વ્હારે આવવાનું એક ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.રામનવમીના પર્વે ૨૨૦૦ કુંડાના સફળ વિતરણ બાદ, લોકોની ભારે માંગ અને પક્ષીઓ પ્રત્યેની સંવેદનાને ધ્યાને રાખીને હનુમાન જયંતી નિમિત્તે વિશાળ વિતરણનું આયોજન કરેલ . ૭૦૦૦ પક્ષીઓના કુંડાનું વિનામૂલ્યે (નિઃશુલ્ક) વિતરણ સ્થળ: રામ ચોક, મોટા વરાછા, સુરત.તારીખ: ૦૨/૦૪/૨૦૨૬ હનુમાન જયંતી ચાલો, આપણે સૌ સાથે મળીને આ ઉનાળે કોઈ પક્ષી તરસ્યું ન રહે તેવો સંકલ્પ કરીએ. આપના ઘરના આંગણે કે અગાશી પર એક કુંડુ અચૂક પધરાવી અને આ ઉમદા કાર્યમાં સહભાગી બનીએ એક કુંડા ની કિંમત:- રૂ ૨૭. અને 7000 નંગ કુંડા સુદામા ટ્રસ્ટ ના તમામ યુવાનો એ આર્થિક સહયોગ કરેલ જે ધન્ય વાદ ને પાત્ર છે કે પોતાના ખર્ચે આવા ઉમદા કાર્ય માટે આર્થિક સહયોગ આપે છે.આયોજક:સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ, મોટા વરાછા (સુરત)"કર ભલા હો ભલા" — આ મેસેજ વધુમાં વધુ લોકો સુધી સૌ એ પહોંચાડી ને સેવામાં સહભાગી બન્યા. સંકલન સુદામા ટ્રસ્ટ ના યુવાનો એ કરી સફળ કરેલ. સુદામા ટ્રસ્ટ ના યુવાનો અનેક સેવાકીય પ્રવૃત્તિઓ મા સહભાગી યુવાનો એ સહયોગ આપેલ તેમજ સુરત શહેરમાં ખ્યાત નામ ડાયરા ના બેતાબ બાદશાહ શ્રી ઘનશ્યામ ભાઈ લાખાણી એ હાજર રહ્યા હતા. સુદામા ટ્રસ્ટ યુવાનો ને વ્યસન મુક્ત બનાવવા ભગીરથ પ્રયત્ન કરે છે. આજ ના યુગ મા યુવાનો વ્યસન અને ફેશન મા રંગાઈ ને જિંદગી જીવે અને પરિવાર અને રાષ્ટ્ર ના વિકાસ ને અવરોધ ઉભો કરે છે. ત્યારે સુદામા ટ્રસ્ટ દ્વારા યુવાનો ને ભારતીય સંસ્કૃતિ ના જતન માટે ધાર્મિક તહેવારો ની ઊજવણી ખાસ ગણેશ ઉત્સવ માં સુદામા કા રાજા ગણપતિ જી ની સ્થાપના કરી અનેક માનવતા વાદી કાર્યો અને આરોગ્ય વિશેયક સેવા લોકો ને પૂરી પાડે છે. તેમજ માનવતા વાદી કાર્યો કરતી સંસ્થાઓ ને પણ સહયોગ આપે છે. હનુમાન જયંતી ના પવિત્ર દિવસે અબોલ પક્ષીઓ ને ઉનાળા ની કાળજાળ ગરમી મા પીવા માટે પાણી ના કુંડા વિના મૂલ્યે વિતરણ કરી ઉમદા કાર્ય સફળ કરેલ. જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ, જય ભારત | Akhand Bharat Dainik