GIR SOMNATH | By Akhand Bharat Team | Published:

શ્રી રામલલાના નાદ સાથે વેરાવળ રામમય બન્યું
ગીરસોમનાથ જીલ્લાના વડામથક વેરાવળમા સૌથી વધુ હિન્દુ સમાજ ની વસ્તી ધરાવતો ખારવા સમાજ ના પ્રમુખ જીતુભાઈ કુહાડાના અધ્યક્ષ સ્થાને આજરોજ રામનવમીના પવિત્ર તહેવાર નિમીતે ભવ્ય શોભાયાત્રાનુ આયોજન કરાયુ હતુ .સોની બજારમા આવેલ ભગવાન ત્રીકમરાયજી મંદીરથી શરુ થયેલ આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઇ હતી .શોભાયાત્રામા દેવીદેવતાઓના વિવિધ ફોટો સાથે બહેનોના રાસગરબા ,અબીલ ગુલાલ ની છોળો અને ડીજેના તાલે સમગ્ર વાતાવરણ રામમય બન્યુ હતુ . શોભાયાત્રામા નીકળેલ આગેવાનોનુ સ્વાગત અને સન્માન કરવામા આવેલ આ શોભાયાત્રામા હિન્દુસમાજ ના અગ્રણીઓ, સામાજીક સંસ્થાના અગ્રણીઓ, ધૂન મંડળીઓ, સત્સંગ મંડળ સહીત હજજારોની જનમેદની ઉમટી પડી હતી . કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ નો પણ ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરાયો હતો.-અખંડ ભારત