નવેમ્બર ૨૦૨૫ મા અજાણ્યા નંબર ૮૮૭૮૮૬૦૧૪૨ ઉપરથી હિતેષ ચેતનદાસ ગંગારામાણીના મોબાઇલ ફોનમાં ફોન આવેલ અને શેરબજારમા રોકાણ કરવા જણાવેલ અને ઉંચો અને ખાતરી પુર્ણ નફો અપાવવામાં આવશે તેવી વાત કરી હતી જેથી હિતેષભાઈએ સેબી રજી સ્ટર કંપની choice equity broking pvt ltd મા તા.૦૯/૧૨/૨૦૨૫ ના રોજ ડીમેટ ખાતુ ખોલાવ્યુ હતુ તે પછી હિતેષભાઇના મોબાઇલ નંબર ઉપર ૯૧૬૫૧૫૧૭૪૫ થી ફોન કરી શીવમ શર્મા નામના વ્યક્તિએ પોતે choice equity broking pvt ltd કંપનીમા રીલેશનશીપ મેનેજર હોવાની ઓળખાણ આપેલ જેથી હિતેષભાઈએ તા.૦૭/૦૧/૨૦૨૬ ના રોજ તેમના ડીમેટ એકાઉન્ટમાં રૂ.૩૦૦૦૦/- ટ્રાંસફર કર્યા અને લોગીનની વિગતો અને ઓ.ટી.પી. અજાણ્યા નંબર ૮૮૭૮૮૬૦૧૪૨ ઉપર આપેલ હતી તે પછી સાંજના સુમારે હિતેષભાઈએ તેમના ડીમેટ એકાઉન્ટમાં જોયેલ તો તેમાં શેરબજારના ટ્રેડીગના ટ્રાન્જેક્શન થયેલ હતા જેમાં આશરે રૂ.૮૪૮/- જેવી ખોટ અને અંદાજીત રૂ.૨૩૫૧૯/- ચાર્જીસ મળી રૂ. ૨૪૪૧૭/- ની ખોટ ગયેલ હોવાનો મેસેજ આવ્યો હતો જેથી હિતેષભાઇ બાકીની રકમ રૂ.૫૫૮૩/- ઉપાડી લઈ શીવમ શર્માને આ બાબતે પુછતા તેઓએ જણાવેલ કે આ નુકશાન ભરપાઈ કરી ઉપરાંત અમુક નફો કરવા માટે તમારે https://ww w.bharat-capital.com/ પર ખાતુ ખોલાવુ પડશે કે જેમા તમારી આ ખોટ ના નાણા જમા કરવામા આવશે જેથી અન્ય વ્યક્તિ કંપનીના રવી ચૌધરી મો.નં.૮૦૭૮૮૯૧૪૭૫ નો સંપર્ક કરવાતા રવી ચૌધરીને ખાતુ ખોલાવવા માટે ડોક્યુમેન્ટ શેર કરીતા. ૦૯/૦૧/૨૦૨૬ ના રોજ ખાતુ ખોલાવેલ અને મને ઈ-મેઇલ ઉપર યુઝરનેમ તથા પાસવર્ડ આવેલ હતો ત્યાર બાદ તા.૧૨/૦૧/૨૦૨૬ ના રોજ રવિ ચૌધરીએ હિતેષભાઇને ફોન કરી હીન્દીમાં જણાવેલ કે તમારા ખાતામાં મે ટ્રેડ કરેલ છે જેમાં તમને રૂપીયા ૩૮, ૧૭૦/- ની નફો થયેલ છે જે નફો તમારા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે તમારે પાંચ ટ્રેડ કરવા પડશે અને દરેક ટ્રેડના ચાલીસ ટકા રકમ https://researchmart.in/ કંપનીને જમા કરવી પડશે અને ૫ ટ્રેડ કર્યા પછી જ નાણા ઉપાડી શકાશે અને અગાઉ વીસ હજારની ખોટ ગયેલ છે તે પણ પરત મળી જશે તેવો વિશ્વાસ અપાવેલ હતો તે પછી તા.૧૪/૦૧/૨૬, તા.૨૮/૦૧/૨૬, તા.૨૯/૦૧/૨૬ ના રોજ એમ મળી કુલ ૦૯ ટ્રેડીંગ કરેલ હતા અને હિતેષભાઇને નફાના ભાગની રકમની જાણ કરતા હતા. જેમાં કુલ નફો ૩,૩૧,૯૭૦/- થયેલ હતો જેમા ચાલીસ ટકા લેખે કુલ ૧,૩૨,૭૮૮/- રૂપીયા તથા જી.એસ.ટી. ચુકવાય તો રૂ.૩,૭૫,૮૭૦/-ની રકમ બેન્ક ખાતામાં જમા કરાવવા જણાવેલ, જેથી કુલ ૨, ૦૨,૦૮૬ /- રૂપીયા અલગ-અલગ ખાતાઓમાં યુ.પી .આઇ. થી ટ્રાન્સફર કરેલ હતા જે બાદ હિતેશભાઈના કમીશનના રૂપીયા પરત આવેલ ન હતા જેથી આ બાબતે રવિ ચૌધરીને તેના મોબાઇલ નંબર ઉપર ફોન કરતા તેનો ફોન બંધ આવતો હતો ત્યાર પછી તા. ૨૭/૦૧/૨૬ ના રોજ હિતેષભાઇ ઉપર મો.૯૬૪૪૨૮૪૬૬૪ ઉપરથી ફોન કરી અમિત રજક નામના વ્યક્તિએ ફોન કરેલ અને તે રવિ ચૌધરીના સીનયર હોવાની ઓળખાણ આપી મારા નફાના પૈસા ખાતામાં અપાવાની વાત કરેલ અને ઉપરોક્ત રકમ પરત મેળવવા માટે બીજા રૂપીયા ભરવા જણાવતા હિતેષભાઇએ ના પાડેલ તે પછી આ માણસો અવાર-નવાર ફોન કરી રકમ જમા કરાવવા જણાવતા ફરી ના પાડેલ અને અગાઉ ભરેલ રૂપીયા પરત આપી દેવા માટે જણાવતા તેઓએ હિતેષભાઇને આજદીન સુધી ભરેલ રૂપીયા તથા કમીશનની રકમ પરત આપેલ ન હતી અને બીજા રૂ.૫,૫૭,૨૫૦/- ભરી દો તો તમારા ખાતામાં પૈસા આવી જશે તેવી વાત કરતા હિતેષભાઇ ફરી તેઓની વાતમાં આવી ગયા હતા અને શીવમ શર્માએ ક્યુ.આર.કોડ મોકલેલ જેમાં તા. ૦૯, ૧૧,૧૪ અને ૧૫/૦૨/૨૧ ના રોજ અલગ-અલગ કુલ રૂપીયા ૬૨,૦૦૦/- મોકલેલ હતા તે પછી તેઓએ ખાતામાં રૂ.૩, ૬૭, ૫૦૦/- જમા કરવવા માટે NEFT રીસીપ્ટ મોકલેલ હતી અને બીજા રૂપીયા મોકલવા જણાવતા તા,૧૭,૧૮ અને ૧૯/૦૨/૨૦૨૬ ના અલગ-અલગ રૂ. ૫૭, ૭૨૫/- રૂપીયા મોકલેલ હતાતે પછી તેઓનો સંપર્ક બંધ થઈ ગયેલ હતો તે દરમ્યાન તા.૧૮/૦૨/૨૬ ના રોજ મો.૭૨૨૫૦૫૭૭૯૮ થી વિશાલ રાઠોડ ધ્વારા પણ આ જ રીતે ફોન કરી નફામા ભાગ જી.એસ.ટી, NEFT ચાર્જ, કંપની પ્રોસેસિંગ ચાર્જ, વગેરે બહાના બતાવી તા.૩૧, ૨૨,૨૪,૨૭/૦૨/૨૦૨૬ ના અલગ અલગ મળી કુલ.૩૯,૬૭૧/-રૂપીયાનું ટ્રાન્જેકશન કરાવેલ હતુ આમ કુલ ૩, ૮૫, ૮૯૯/-રૂપીયા મોકલેલ હોવા છતા તેઓ ધ્વારા હિતેશભાઈને કોઈપણ નફાની રકમ તથા તેઓને અલગ-અલગ ટ્રાન્જેક્શનથી મોકલેલ રૂપીયા પરત આપેલ ન હતા જેથી હિતેષભાઇની સાથે ફ્રોડ થયેલ હોવાનું જણાતા આ બાબતે સાયબર હેલ્પલાઇન ઉપર અલગ-અલગ ઓનલાઇન ફરીયાદ નોંધાવેલ હતી જેથી આ બાબતે દગો, ધોકધડી થયેલ હોવાનુ માલુમ પડતા હિતેષભાઇ 1, શિવમ શર્મા 2, રવિ ચૌધરી, 3 અમિત રજક અને 4, વિશાલ રાઠોડ સામે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવેલ છે