BOTAD | By Akhand Bharat Team | Published:

રાણપુર ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ધર્મેન્દ્ર શર્મા ની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાણપુર પોલીસ સ્ટેશનના પી.આઈ શ્રી એસ એ પટેલ સાહેબ અને અધ્યક્ષતામાં આવનારા હિન્દુ અને મુસ્લિમ ના પવિત્ર તહેવાર એટલે કે રામનવમી તેમજ ઈદ ના પર્વ નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તાલુકાના અને શહેરના રાજકીય અને સામાજિક આગેવાનો અને પત્રકારો સાથે સાથે મહિલા સભ્યો ની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ. આ સાથે વધતા જતા વ્યાજ માફીયાઓના ત્રાસ ને અંકુશમાં લાવી તેની ઉપર પૂર્ણ વિરામ લાવવા નાના અને જરૂરિયાત વાળા વ્યક્તિઓને સરળતાથી અને ઓછા વ્યાજે લોન મળી રહે તે માટે રાણપુર એસ. બી. આઈ. ના લોન વિભાગના અધિકારી પણ જોડાયા હતા.-અખંડ ભારત