PATAN | By Akhand Bharat Team | Published:

પાટણમાં આધુનિક બસપોર્ટનું લોકાર્પણ કરાયું
પાટણ ખાતે રૂ.૧૭ કરોડના ખર્ચે નિર્માણ પામેલાં અને ૧૫,૯૭૪ ચોરસ મીટરમાં વિસ્તરેલાં અત્યાધુનિક અને આઈકોનિક બસપોર્ટનું ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરવામા આવ્યું સાથે સાથે પાટણ જિલ્લા ના પ્રભારી શ્રી સ્વરૂપજી ઠાકોર, રાધનપુર સીટ ના ધારાસભ્ય લવિંગજી ઠાકોર પાટણ શહેર ના એક્ટિવ ધારાસભ્ય શ્રી કિરીટભાઇ પટેલ. તેમજ સમગ્ર વહીવટી તંત્ર ઉપસ્થિત રહ્યા હતા આઇકોનિક બસ પોર્ટ શરૂ થવા થી વેપારી મંડળમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો આધુનિક બસપોર્ટ માં. ઘણી સુવિધા સજ્જ બસ સ્ટેશન માં મોલ થિયેટર , શોપિંગ સેન્ટર ની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.-અખંડ ભારત