BHARUCH | By Akhand Bharat Team | Published:

નેત્રંગમાં ગેસની અછતને પગલે હોટલના શટર ડાઉન
નેત્રંગમાં આજે ગેસની અછતના મુદ્દે રેસ્ટોરન્ટ માલિકોના હાલ બેહાલ થઈ ગયા છે. નગરના મુખ્ય વિસ્તારોમાં હોટલો અને રેસ્ટોરન્ટ્સના શટર બંધ જોવા મળ્યા, જેના કારણે ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ગેસ સપ્લાયમાં અડચણ આવતાં વ્યવસાય ચલાવવામાં મુશ્કેલી સર્જાતાં વેપારીઓએ આ પગલું ભર્યું છે. જ્યાં હોટલો બંધ છે ત્યાં વાહનો પાર્ક થયેલા જોવા મળી રહ્યા છે. સ્થાનિક પ્રશાસન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પુરવઠો વહેલો સુધરે તે માટે પ્રયાસ કરી રહ્યું છે.-અખંડ ભારત