BHARUCH | By Akhand Bharat Team | Published:

નેત્રંગ નગરમા રામજી મંદિર થી ભવ્ય શોભાયાત્રા યોજાઈ
નેત્રંગ યુવા સંગઠન થકી રામજી મંદિર દ્વારા ખાતે આજ રોજ ચૈત્ર સુદ નોમના દિવસે રામલલ્લા ના જન્મોત્સવ નિમિતે રામજી મંદિર ખાતે રામધૂન ભજનકિઁતન અને સત્સંગ બાદ બપોરે ૧૨ કલાકે રામલલ્લા જન્મ ની ઉજવણી, મહા આરતી થયા બાદ રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા રામજી મંદિર થી બપોરના ચાર કલાકે જીનબજાર થી રામધૂન સાથે નિકળી હતી ભવ્ય શોભા યાત્રા ગાંધીબજાર જલારામ મંદિર થઇને જવાહરબજાર,ચાર રસ્તા,જીનબજાર થઈ ને પરત રામજી મંદિરે આવી પહોંચી હતી .શોભા યાત્રા દરમિયાન લોકો દ્વારા ઠેર ઠેર છાશ પાણી તેમજ સરબત નું આયોજન કરવામાં આવ્યું હતું.ત્યાર મહાપ્રસાદ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ.રામલલ્લાના જન્મોત્સવ ને લઇ નગર સહિત પંથક ના ગામે ગામ ભાવિક ભકતજનોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો.-અખંડ ભારત