BHARUCH | By Akhand Bharat Team | Published:

નેત્રંગ ગાંધી બઝારમાં નવચંડી યજ્ઞ યોજાયો
નેત્રંગ નગરમાં ગાંધી બજાર વિસ્તારમાં આવેલ શ્રી માંઈ મંડળ થકી દર વરસે વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણ માટે નવચંડી મહાયજ્ઞ નું આયોજન સૌના સાથ અને સહકાર થી કરવામાં આવે છે.ચાલુ સાલે પણ ઈઝરાયલ-અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી સહેલ યુદ્ધ ના કારણે આપણા દેશમાં મુશ્કેલીઓ ના આવે જનજીવન અસ્તવ્યસ્ત ના બને તેમજ વિશ્ર્વ ભરમાં શાંતિ બની રહે અને માનવ કલ્યાણ થાય તે અનુસંધાને તા.૨૭ ને શુક્રવાર ચૈત્ર સુદ નોમ ના રોજ નવચંડી મહાયજ્ઞ નું ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ, જેમાં મુખ્ય યજમાન સંદીપભાઈ ઠાકોરલાલ ગાંઘી પરીવાર હતો, આ મહાયજ્ઞમાં મોટી સંખ્યામાં ભાવિકભકતજનોએ દર્શનનો લાભ લીધો હતો.-અખંડ ભારત