PATAN | By Akhand Bharat Team | Published:

મુબારકપુરા ગામે ૭૦૦થી વધુ કુવાસીઓને લાણી વિતરણ કરાઈ
પાટણ જિલ્લાના સમી તાલુકાના મુબારકપુરા ગામે આજરોજ ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. જહુ માતાજીની ઢોલ-નગારા, ડીજેના તાલ અને મોટી સંખ્યામાં ઉમટેલા ગ્રામજનો વચ્ચે સમગ્ર ગામ ભક્તિમય બની ગયું હતું. સાથે જ કુવાસીઓ માટે લાણી વિતરણ, હનુમાનજી દાદાના હવન અને રાત્રે રમેલ યોજાતા સ્થાનિકો મોટી સંખ્યામાં ધાર્મિક પ્રસંગનો લાભ લીધો હતો.-અખંડ ભારત