પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય. ગાંધીનગર નાઓએ ગંભીર પ્રકારના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ ખાસ ઝુંબેશનુ આયોજન કરેલ હોય. જે અન્વયે નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ (IPS), ગાંધીનગર રેન્જ, ગાંધીનગર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ તથા પોલીસ અધિક્ષકશ્રી, હિમાંશુ સોલંકી સાહેબ (IPS), મહેસાણા નાઓએ મહેસાણા જિલ્લા તથા અન્ય જીલ્લાઓમાં ગુન્હાઓ કરી પકડાયેલ ન હોય અને નાસતા ફરતા હોય તેવા પેરોલ/ ફર્લો, વચગાળાના જામીન ઉપર છુટેલ ફરાર કેદીઓ તથા નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગે અલગ અલગ ટીમો બનાવી પકડી પાડવા સુચના કરેલ હોય તેમજ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી, એસ.આર.ચૌધરી સાહેબ એલ.સી.બી. મહેસાણા નાઓના માર્ગદર્શન અન્વયે અમો કે.જી.ચોધરી પો.સબ.ઈન્સ. પેરોલ ફર્લો સ્કોડ, મહેસાણા નાઓ પેરોલ ફર્લો સ્કોડના કર્મચારીઓ સાથે જઈ નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગે અસરકારક કામગીરી કરવા તજવીજ હાથ ધરેલ.જે અન્વયે તા. ૧૧/૦૪/૨૦૨૬ ના રોજ અમો તથા ASI નરેન્દ્રસિંહ હઠીસીંહ તથા PC હિતેશકુમાર સુરેશભાઇ વિગેરે નાઓ ઓફીસે હાજર હતા. દરમ્યાન ASI નરેન્દ્રસિંહ / PC હિતેશકુમાર નાઓને ટેકનીકલ સોર્સ મારફતે હકીકત મળેલ કે, કડી પોલીસ સ્ટેશન પાર્ટ-એ-૧૧૨૦૬૦૨૦૨૫૦૪૨૬ બી.એન.એસ. કલમ ૧૩૭(૨), ૮૭, ૫૪, ૬૪(૨)(એમ), ૬૫(૧) તથા પોક્સો એક્ટ ૪(૨), ૫(એલ), ૬, ૭, ૮, ૯(એલ), ૧૦ મુજબના ગુનામાં નાસતો ફરતો આરોપી સુરેશ શાંતિભાઈ ઠાકોર રહે, ભાટરામ તા.ધાનેરા જી.બનાસકાંઠા વાળો હાલમાં અમદાવાદ ખાતે રહેમતનગર વિસ્તારમાં આવેલ પન્ના એસ્ટેટ ખાતે હાજર છે. જે હકીકત આધારે અમો તથા ઉપરોક્ત સ્કોડના માણસો સાથે હકીકતવાળી જગ્યાએ જવા ખાનગી વાહનમાં રવાના થયેલ અને હકીકત વાળી જગ્યાએ આવી હ્યુમન સોર્સ મારફતે તપાસ કરતાં ઉપરોક્ત આરોપી હાલમાં પન્ના એસ્ટેટ, અમદાવાદ ખાતે હાજર હોવાની હકીકત જણાયેલ જેથી પન્ના એસ્ટેટ ખાતે જઇ પુછપરછ કરતા એક શકમદ ઇસમ હાજર જણાઇ આવેલ જેને અમારી પોલીસ તરીકેની ઓળખ આપી તેનુ નામઠામ પુછતાં તેણે પોતાનુ નામ સુરેશકુમાર શાંતિલાલ કોળી (ઠાકોર) ઉ.વ.૩૧ હાલ રહે, ગોકુલપાર્ક, વિરાટનગર, અમદાવાદ મુળ રહે, ભત્રમગામ, કોળીવાસ, જુની પ્રાથમિક શાળાની પાછળ, તા.ધાનેરા જી.બનાસકાંઠાવાળો હોવાનુ જણાવતાં સદરી ઇસમ ઉપરોક્ત ગુનામાં નાસતો ફરતો હોય. જેને તા.૧૧/૦૪/૨૦૨૬ ના ક.૧૮/૫૦ વાગે હસ્તગત કરી હસ્તગત કર્યા અંગેની જાણ તેના ભાઇ અશોક શાંતિલાલ કોળી રહે, ભત્રમગામ, કોળીવાસ, જુની પ્રાથમિક શાળાની પાછળ, તા.ધાનેરા જી.બનાસકાંઠા વાળાને મોબાઇલ ઉપર કરી નાસતા ફરતા આરોપીને તા.૧૧/૦૪/૨૦૨૬ ના રોજ બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે લાવી સ્ટે.ડા.નં.૩૦/૨૬ થી ક.૧૯/૫૦ વાગે નોંધ કરાવી કડી પો.સ્ટે. ખાતે આવી તા.૧૧/૦૪/૨૦૨૬ ના રોજ સ્ટે.ડા.નં. ૩૬/૨૬ થી ક.૨૨/૫૦ વાગે નોંધ કરાવી આગળની ઘટતી કાર્યવાહી કરવા સારૂ કડી પો.સ્ટે. સોપવા તજવીજ કરેલ છે. તા.૧૨/૦૪/૨૦૨૬કામગીરીમાં રોકાયેલ અધિકારીશ્રી/કર્મચારીઓ--PSI કે.જી.ચૌધરી, ASI નરેન્દ્રસિંહ હઠીસિંહ, PC હિતેષકુમાર સુરેશકુમાર પેરોલ/ફર્લો સ્કોડ, મહેસાણા(કે.જી.ચૌધરી) પોલીસ સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્કોડ મહેસાણા