PORBANDAR | By Akhand Bharat Team | Published:

માધવપુર ખાતે પાંચ દિવસીય મેળાનો પ્રારંભ
પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણી વિવાહ ની સાથે યોજાતા મેળાનું ૨૭ માર્ચ ના રોજ કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહીતના મહાનુભાવોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે આ મેળામાં ગુજરાત રાજ્યના અનેક જીલ્લાના કલાકારો દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.જેમાં ૨૭ માર્ચની રાત્રી દરમિયાન ગુજરાત પ્રખ્યાત એવા લોક ગાયિકા ગિતાબેન રબારી ઉપસ્થિત રહ્યા હતા.પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.-અખંડ ભારત