TAPI | By Akhand Bharat Team | Published:

જનનાયક બિરસામુડાં ની મૂર્તિ પાસે ભાજપના ઝંડા લગાવતા વિવાદ
આજ રોજ સવારે ૧૦ વાગ્યાના સમયે ભારતીય જનતા પાર્ટી ના નવ નિયુક્ત હોદ્દેદારોની પરિચય સભા બુહારી રામજી મંદિરે રાખવામાં આવી હતી તે પ્રસંગે બુહારી આદિવાસી એકતા સર્કલ પર ભારતીય જનતા પાર્ટી દ્વારા જાણ નાયક બિરસામુંડા જીની પ્રતિમા પાસે સર્કલ પર ભારતીય જનતા પાર્ટી ના ઝંડા લગાવતા આદિવાસી સમાજ દ્વારા ઝંડા હટાવવા મુદ્દે ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો અને આદિવાસી સમાજના આગેવાનો સાથે ઘર્ષણ થયું હતું . ઘર્ષણ ઉગ્ર થાય તે પહેલા પોલીસ દ્વારા સમાધાન કરી ઝંડા હટાવી ઘર્ષણ શાંત કરવામાં આવ્યું અને આદિવાસી સમાજ દ્વારા હવે પછી આદિવાસી કાંતિકારી ની પ્રતિમા કે સર્કલ પાસે કોઈપણ રાજકીય પક્ષ ના ઝંડા ન લગાવવા માટે મામલતદાર શ્રી વાલોડને આવેદન આપવામાં આવ્યું હતું.-અખડં ભારત