BHARUCH | By Akhand Bharat Team | Published:

જંબુસરમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા યોજાઈ
મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામના જન્મદિનની ઉજવણી નિમિત્તે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વીએચપી અને બજરંગ દળ જંબુસર પ્રેરિત રામોત્સવ સમિતિ દ્વારા બંટી ફળિયા ખાતે સતત આઠ દિવસ સુધી રામોત્સવ નો ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન થકી વિવિધ સત્સંગ ભજન મંડળો દ્વારા ભજન કીર્તન યોજાયા હતા. સમગ્ર સનાતનની હિંદુ માતા બહેનો, વડીલો,બાળકોએ રાષ્ટ્રચેતના અને ધર્મનિષ્ઠા જગાડવાના આ અભિયાનમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા હાજર રહી સત્સંગનો લાભ લીધો હતો.રામજન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા બંટી ફળિયા ખાતેથી હરિપ્રબોધમ પરિવાર સંત શ્રી પૂજ્ય શ્રીજી ચરણ સ્વામી, પૂજય સાધુ સૌરભ સ્વામી, ડીવાયએસપી પીએલચૌધરી, શહેર પ્રમુખ મનનભાઈ પટેલ, વીએચપી ભુપેન્દ્રભાઈ પંચાલ, શૈલેષભાઈ પટેલ, મોન્ટુભાઈ કોરાવાળા હસ્તે આરતી કરી પ્રારંભ કરાયો હતો. શોભાયાત્રા કંસારાઢોળ,પટેલની ધર્મશાળા, કાવા ભાગોળ, લીલોતરી બજાર,સોની ચકલા થઈ પરત બંટી ફળિયા ખાતે સમાપન કરાયુ હતું,શોભાયાત્રામાં જય જય શ્રી રામના નારા ગુંજા હતા, ડીજેના તાલે સૌ ઝુમી ઉઠ્યા હતા. શોભાયાત્રામાં નાસીક ઢોલ,આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. અને શોભા યાત્રા રૂટ પર ભક્તો દ્વારા ભગવાન શ્રીરામ નું સ્વાગત કરાયું હતું. આયોજકો દ્વારા ભાવિક ભક્તો માટે ઠેર ઠેર પાણી શરબતની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. શોભાયાત્રામાં વી એચપી બજરંગ દળ હોદ્દેદારો,જંબુસર શહેર અગ્રણીઓ,સહિત મોટી સંખ્યામાં ભાઈ બહેનો હાજર રહ્યા હતા.-અખંડ ભારત