BHARUCH | By Akhand Bharat Team | Published:

ઝગડીયામાં કતલખાને લઈ જવાતી બે ગાયોને મુક્ત કરાવાઈ
ઝગડીયા તાલુકાના નાના સાંજ ફાટક પાસે આજે વહેલી સવારે ગૌરક્ષકોએ પશુ ક્રૂરતા વિરુદ્ધ કાર્યવાહી કરી છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓને મળેલી ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી, જેમાં ગેરકાયદેસર રીતે ગાયો ભરીને જઈ રહેલા ૧ નંગ ટેમ્પોને ઝડપી પાડવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ, બજરંગ દળના કાર્યકર્તાઓને અગાઉથી બાતમી મળી હતી કે નાના સાંજ ફાટક પાસેથી પશુ ભરેલું શંકાસ્પદ વાહન પસાર થવાનું છે. આ બાતમીના આધારે કાર્યકર્તાઓએ નાકાબંધી કરી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થતા ટેમ્પોને રોકીને તપાસ કરતા તેમાંથી ક્રૂરતાપૂર્વક બાંધેલી ૨ ગાયો મળી આવી હતી.કાર્યકર્તાઓએ તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પશુઓને મુક્ત કરાવી સુરક્ષિત સ્થળે (ગૌશાળા) ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.-અખંડ ભારત