BOTAD | By Akhand Bharat Team | Published:

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા રાહતદરે ચકલીના માળા તથા પાણીના કુંડા વિતરણ કાર્યક્રમ યોજાયો
જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા બોટાદ ખાતે દિનદયાળ ચોક ખાતે ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને રાહતદરે ચકલીના માળા તથા પાણીના કુંડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો તથા ઉનાળામાં પક્ષીઓને પાણી અને આશ્રય મળી રહે તે માટે સમાજમાં સંવેદનશીલતા વધારવાનો હતો.કાર્યક્રમ દરમિયાન નગરજનોમાં ચકલીના માળા તથા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સૌને પોતાના ઘર, બારી, ગેલેરી, ઓફિસ તથા આસપાસના વિસ્તારમાં પક્ષીઓ માટે પાણી અને માળાની વ્યવસ્થા કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા કરવામાં આવેલ આ સેવાકીય અને પર્યાવરણલક્ષી પહેલને નગરજનો દ્વારા સરાહના મળી હતી.-અખંડ ભારત