BOTAD | By Akhand Bharat Team | Published:

જાળીલા ગામે ભજન અને સંતવાણીનો કાર્યક્રમ યોજાયો
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગામે આઈ શ્રી ખોડીયાર માતાનું પ્રખ્યાત મંદિર આવેલ છે જ્યાં રામદાસ બાપુ સેવા પૂજા કરે છે અને આ મંદિર દ્વારા દર વર્ષે રામનવમી નિમિત્તે સંતવાણી, ભજન અને લોક ડાયરા નું આયોજન કરવામાં આવે છે જેવી જ રીતે આ વર્ષે પણ સંતવાણી, ભજન અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રીટાબેન ઠાકોર, શ્રુતિ દુધરેજીયા અને સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર જોરૂભા ડોડીયા એ રમઝટ બોલાવી હતી. આ કાર્યક્રમમાં જાળીલા તેમજ આજુબાજુ ગામના લોકોએ ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.-અખંડ ભારત