હાલોલ. હાલોલ ટાઉન પોલીસ મથકમાં નવા નિમાયેલ પોલીસ ઇન્સ્પેક્ટર નો સપાટો પાના પત્તા નો જુગાર રમતા સાત જુગારીઓ ને અંગ જડતી કરતા રૂપિયા ૩૦,૮૬૦/- દાવ પર લાગેલા રૂપિયા ૧૩,૯૯૦/- રૂપિયા ૨,૦૧,૦૦૦/- સાત મોબાઈલ રૂપિયા ૧,૨૦,૦૦૦/- ના ચાર ટુ વિલ્હર મળી કુલ ૩,૬૫,૮૫૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. હાલોલ ટાઉન પોલીસ મથકમાં પી.આઇ ને પાક્કી બાતમી મળી હતી કે હાલોલ ના અરાદ રોડ પર આવેલ એકતા નગર માં રહેતા વિનોદભાઈ શિવલાલ જયસ્વાલ બહાર થી લોકો ને બોલાવી પાના પત્તા નો જુગાર રમાડે છે. જે બાતમી ના આધારે પોલીસ ટીમે બાતમી વાળી જગ્યા એ છાપો મારતા એક રૂમ માં કેટલાક લોકો ગોળ કુંડાળું વળી પાના પત્તા નો જુગાર રમતા હતા. તેઓ ને કોર્ડન કરી જુગાર રમતા વિનોદભાઈ શિવલાલ જયસ્વાલ, પરેશભાઈ નાગજીભાઈ રબારી, અઝીઝુલ મહંમદ દેલોલીયા, પિતાંબર પરશુરામ મુલચંદાણી, દિનેશકુમાર ચંદ્રકાન્ત પરમાર, સફ્વાન મુસ્તુફા બાગવાલા, રબાબ અબ્દુલગની બાગવાલા ને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. તેઓ ની અંગ જડતી કરતા રૂપિયા ૩૦,૮૬૯/- દાવ પર લાગેલા રૂપિયા ૧૩,૯૯૦/- રૂપિયા ૨,૦૧,૦૦૦/- સાત મોબાઈલ રૂપિયા ૧,૨૦,૦૦૦/- ના ચાર ટુ વિલ્હર મળી કુલ ૩,૬૫,૮૫૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી તપાસ હાથધરી છે. રાજ્યભરમાં પોલીસ માં થયેલ બદલીમાં હાલોલ ટાઉન પોલીસ મથકમાં તાજેતર માં આવેલ પી.આઇ એ પાના પત્તા નો જુગાર રમતા જુગારીઓ ને ઝડપી પાડતા નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે. કે હાલોલ માં ચાલતા પાના પત્તા નો જુગાર, આંખ ફરક આંકડા નો જુગાર, દેશી વિદેશી દારૂ તેમજ અસામાજિક ચાલતી પ્રવૃત્તિ પર અંકુશ આવશે તેમ લાગી રહ્યું છે. જોકે જોવું રહ્યું કે આવી બદીઓ દૂર થશે કે કેમ કે ? કે કે પરિસ્થિતિ યથાવત જ રહેશે ?