RAJKOT | By Akhand Bharat Team | Published:

ગોંડલમાં એકાએક કારમાં લાગી આગ
શાપર પારડી રહેતા ચિરાગભાઈ તેમના મિત્ર સાથે મોબાઈલ ખરીદવા પોતાની જીજે ૧૬ બીએન ૨૪૪૪ નંબરની કાર લઈ ગોંડલ આવ્યા હતા.દરમ્યાન સુખનાથ નગર પાસે પંહોચ્યા ત્યારે કારનાં બોનેટમાંથી ધુવાડા નિકળવા લાગતા ચિરાગભાઈ એ કાર થોભાવી હતી.અને પલવાર માં આગનાં લબકારા દેખાવા લાગતા ચિરાગભાઈ મિત્ર સાથે કારની બહાર દોડી ગયા હતા. દરમિયાન કારમાં આગ પ્રસરી જતા તુરંત ફાયર બ્રિગેડ ને જાણ કરાતા દોડી આવેલાં ફાઈટરો એ આગ કાબુમાં લીધી હતી.જાકે આગ કાબુમાં આવે તે પહેલા કાર બળીને ખાખ થઈ જતા કાર માલિકને મોટુ નુકશાન થવા પામ્યું છે.-અખંડ ભારત