RAJKOT | By Akhand Bharat Team | Published:

ગોંડલ નગરપાલિકા દ્વારા બનાવાયેલ સ્નાનાગ્રહ બન્યું ખંઢેર
ગોંડલ નગરપાલિકા દ્વારા વર્ષો પહેલાં સરકારી હોસ્પિટલ સામે ખાડામાં બનાવાયેલ સ્નાનાગ્રહ (નાવણીયુ) બન્યું અડચણ રૂપ એક સમયે તોડી પાડવા અંગેનો નિર્ણય પણ લેવાયો હતો તેમ છતાં ખંઢેરમાં ફેલાયેલું સ્નાનાગ્રહનો ઉપયોગ લોક સુખાકારી માટે થયો જ નથી પહેલે થી જ જાણે ભંગાર ભરવાનું ગોડાઉન હોય તેવા હેતુસર ઉપયોગ થઈ રહ્યો છે અધુરૂંમાં પુરૂ બાલાશ્રમ જતાં રોડ ઉપર ભંગાર વાળા આડેધડ માલસામાન ખડકી અડચણો ઉભી કરે છે અધિકારીઓ તેમજ પદાધિકારીઓને કાયમી ધોરણે નજરે જોતાં હોવા છતાં કાર્યવાહી કરવામાં લાજ કાઢતાં હોવાનું પણ લોકોમાંથી બોલાઈ રહ્યું છે ત્યારે ખંઢેર થયેલ સ્નાનાગ્રહ અચાનક ધરાશયી થાય એ પહેલાં તોડી પાડવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. -અખંડ ભારત